મલેશિયામાં વિશ્વના 19 દેશોના યુવાઓ ભેગા થયા, ભારતમાંથી 3

PC: Khabarchhe.com

આંતરાષ્ટ્રીય સહકારિતા સંગઠન -એશિયા પેસિફિક (International Cooperative Alliance - Asia Pacific)અને ANGSKA દ્વારા સંયુક્ત આયોજિત #APCYS4.0 એશિયા પેસિફિક યુથ સમિટ કોટા કિનાબાલુ, સબાહ, મલેશિયા ખાતે યોજાય હતી. જેમાં વિશ્વના 19 દેશોના યુવા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ સમિટ "Cooperation for Sustainable Lifestyles" ના વિષય પર યોજાય હતી. જેમાં વિવિધ દેશના પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. આ સમિટમાં ભારત તરફથી ભારતીય રાષ્ટ્રીય સહકારિતા સંઘ (National Cooperative Union Of India) તરફ થી 3 યુવાનો મનિષ કાપડિયા, મનિષ સંઘાણી અને અનુરાગ ડાંગ ઉપસ્થિત રહી ભારતમાં સહકારિતાનો વિકાસ અને સહકાર દ્વારા હરિયાળા ભારતના વિચારો રજુ કર્યા હતા.

આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મલેશિયાના ઉદ્યોગસાહસિક વિકાસ અને સહકારીતા મંત્રી, ઇવોન બેનેડીક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે ટકાઉ ભવિષ્યને આકાર આપવા માટે યુવા-સંચાલિત પહેલના મહત્વ પર ભાર મૂક્યો હતો. બેનેડીકની હાજરીએ હરિયાળી અને વધુ ટકાઉ વિશ્વ માટે સહકારી ઉકેલોની ચર્ચા કરવા અને અમલ કરવા માટેના પ્લેટફોર્મ તરીકે APCYS 4.0 ના મહત્વને વધુ વધાર્યું. મનિષ કાપડિયાએ આ સમિટમાં ભારતમાં સહકારિતા વિકાસ જેમાં અમુલ, કૃભકો અને ઇફકો જેવા ઉદાહરણ તેમજ આ વર્ષે ભારતના યજમાન પદે યોજાય રહેલ G20 સમિટ અને તેનાથી દુનિયા નવી રાહ ચીંધનાર તરીકે ભારત ખુબ મહત્વનું બની રહ્યું છે. આ સમિટનું સમાપન મલેશિયાના નાયબ પ્રધાનમંત્રી ર્ડો.અહમદ ઝાહીદ બિન હમીદી તેમજ સબાહના મુખ્યમંત્રી અને અન્ય રાજકીય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp