અમદાવાદ AMTSના કર્મચારીઓને 40 લાખના ખર્ચે ડ્રેસ અપાશે, સિલાઈનો ખર્ચ 12.34 લાખ

PC: khabarchhe.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ એવી AMTSના કર્મચારીઓને ડ્રેસ આપવામાં આવશે જે માટે AMTS દ્વારા 40 લાખનો ખર્ચ કરવામાં આવશે. જે માટે ખાલી સિલાઈનો ખર્ચ 12.34 લાખ છે જ્યારે કાપડનો ખર્ચ 29.88 લાખ છે.

બે જોડી ડ્રેસ આપવાની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવી છે. નોંધનીય છે કે કુલ 12,348 મીટર કાપડ ખરીદવાની મંજૂરી માંગવામાં આવી છે. 242 પ્રતિ મીટરના ભાવે મીટર કાપડ ખરીદવાની મંજૂરી માંગવામાં આવી છે.

એક તરફ AMTS પર દિવસેને દિવસે દેવું વધી રહ્યું છે ત્યારે ફરી એકવાર મોટો ખર્ચ ડ્રેસ પાછળ કરવામાં આવશે. 3870 કરોડનું જંગી આર્થિક દેવું ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કુલ 1764 કર્મચારીઓને ડ્રેસ આપવામાં આવશે. બે જોડી કપડાનો ડ્રેસ આપવામાં આવશે.

3870 કરોડનું જંગી આર્થિક દેવું ધરાવતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને માથે છે. અમદાવાદની ટ્રાન્સપોર્ટ સર્વિંસ એવી AMTS સૌથી જૂની ટ્રાન્સપોર્ટ સર્વિસ માનવામાં આવે છે. ખાધ ખઈને પણ લોકોને સર્વિસ આપવામાં આવી રહી છે. AMTS દ્વારા અમદાવાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની 80 લાખની વસ્તીને સિટી બસ સેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. AMTS દ્વારા કુલ 134 રૂટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. AMTS અને BRTS બંને મળીને 950 જેટલી બસો દ્વારા નાગરિકોને પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp