- Central Gujarat
- અમદાવાદઃ દેરાણી-જેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા, લાકડા લેવા ગયેલી. . .
અમદાવાદઃ દેરાણી-જેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા, લાકડા લેવા ગયેલી. . .
અમદાવાદ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. સૌ કોઈ આ કિસ્સાને જોઈ હચમચાવી નાખ્યા છે. અહીંના એક ગામડામાં લાકડા લેવા માટે ગયેલી દેરાણી-જેઠાણીની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે. કરુણ અંજામની વાયકા સમગ્ર પંથકમાં ફેલાય છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના ભુલાવડી નજીક ઝાણુ ગામની સીમમાં આવેલી અવાવરું વિસ્તારમાં બની હતી. અહીં દેરાણી-જેઠાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મંગીબેન અને ગીતાબેન ઠાકોર નામની બને મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે. બંને લાકડા લેવા માટે જતા હોય છે અને ત્યાર બાદ દરરોજની જેમ બપોરે પરત આવી જાય છે. જોકે સાંજ પડવા છતાં પણ બંને પરત નહિ ફરતા કંઈક અનહોની થઇ હોવાનો આભાસ થયો હતો ત્યાર પછી શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ અંગે પરિજનોને લાશ મળી હોવાની વાત સામે આવતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બંનેને ગંભીર ઈજાઓ કરી અને તેમના શરીર પર ઘા જોવા મળ્યા હતા.
આ અંગે કોઈ અંગત અદાવત પણ કોઈ સાથે ન હોય તેવી વાત કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

