રખડતા ઢોર મામલે AMCએ નવી પોલિસી મુજબ લાઈસન્સ ફી કરી નક્કી

PC: khabarchhe.com

રખડતા ઢોર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની નવી પોલિસી મુજબ ત્રણ વર્ષ માટે લાઈસન્સ ફી 500 રૂપિયા નક્કી કરાઈ છે. ઢોર રાખવા લાઈસન્સ રિન્યુ ફી 250 રૂપિયા નક્કી કરાઈ હતી. આ ઉપરાંત સૂચિત પોલીસીના મુદ્દાઓ મુજબ ઘરે પશુ રાખવા મામલે રીન્યુઅલ ફીમાં સૂચિત કરાયો હતો તેમાં સુધારો પણ કરાયો છે.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન મહત્વપૂર્ણ પોલિસી માટે જાહેરાત કરી છે. ત્રણ વર્ષ માટે લાઈસન્સ ફી નક્કી કરાઈ છે તેમજ રીન્યુ ફી પણ નક્કી કરાઈ છે. કમિટીમાં નવી પોલિસીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કેટલાક સુધારાઓ કરવાને લઈને સ્ટેન્ડિંગમાં કહેવામાં આવ્યું હતું. ઢોર માલિકો માટેના આ મહત્વના સમાચાર સામે આવ્યા છે.

કારોબારી સમિતીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.  પોતાના પશુ રાખવા મામલે ઢોર નિયંત્રણ કાયદા અંતર્ગત પોલિસી લાગું કરાઈ છે. જેમાં નિર્ધારીત જગ્યા પશુ માટે નક્કી કરાશે તેમજ કેટલા ઢોર રાખી શકે છે તે બાબતનો ઉલ્લેખ કરવાનો હોય છે. અગાઉ 2000 લાયસન્સ ફી પહેલા નક્કી કરાઈ હતી તેમાં સુધારો કરતા 500 રૂપિયા ફાઈનલ કરાઈ છે. રીન્યુઅલ માટે 250 ફી રાખી છે. દંડની વ્યવસ્થા હતી એના એજ કરાઈ છે. લાયસન્સ ફી દર ત્રણ વર્ષે હતી તેમાં 1500નો ઘટાડો સૂચવાયા બાદ સ્ટેન્ડિંગ કમિટીએ કર્યો છે. તેમ કોર્પોરેશન તરફથી નક્કી કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp