- Central Gujarat
- CM ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં વીજળી બચાવવાની અનોખી પહેલ, મંત્રીઓને આપી સૂચના
CM ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં વીજળી બચાવવાની અનોખી પહેલ, મંત્રીઓને આપી સૂચના
ગુજરાતમાં વીજળી બચાવવા માટે CM ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીઓને ખાસ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું કે ઓફિસમાં અજવાળું હોય તો લાઈટનો ઉપયોગ ન કરો. તેમ સૂચન આપ્યું છે. ગ્રીન એનર્જીને ધ્યાનમાં રાખી CM ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રકારે અનોખો નિર્ણય લીધો છે.
વીજળી બચાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક અનોખી પહેલ સામે આવી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં લાઈટો ન ચાલું કરવી જોઈએ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય અને અન્ય કચેરીઓમાં પણ આ પ્રકારે લાઇટો ચાલુ અને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સાથી મંત્રીઓને સૂચન કર્યું છે કે વિભાગમાં પ્રકાશ હોય તો લાઈટની જરુર નથી જેથી લાઈટનો ઉપયોગ ન કરો. મુખ્યમંત્રીએ એન્ટી રૂમના ઇલેક્ટ્રિકલ ઉપકરણોને સ્વિચ ઓન અને ઓફ કરવાનો નિર્ણય લીધો છે.

CM ભૂપેન્દ્ર પટેલ સ્વભાવ પ્રમાણે મૃદુ મુખ્યમંત્રી કહેવાય છે. ત્યારે હળવી શૈલીમાં તેમણે આ મામલે તેમના મંત્રી મંડળમાં સામેલ મંત્રીઓને પણ આ સલાહ અનુસરવા માટે કહ્યું છે. વીજળી બચાવવા માટે અનોખો અભિગમ અપનાવવા માટે CM ભૂપેન્દ્ર પટેલે આ વાત કહી છે.

