NRI ગીતાબેનને સર્જરીથી બીજા દિવસે ચાલતા કરનાર ડૉ. શર્માનો રવિવારે બરોડામાં કેમ્પ

PC: twitter.com

મૂળ વડોદરા નિવાસી અને હાલ કેનેડા સ્થાયી થયેલા 66 વર્ષીય મહિલા દર્દી ગીતાબેન સોલંકીએ કેનેડામાં પણ ઘૂંટણની સારવાર લીધી હતી પરંતુ તેનો કોઇ ખાસ ફાયદો ન થયો. તેમને દેશના ખ્યાતનામ ની રીપ્લેસમેન્ટ સર્જન ડો.મનુ શર્માના વડોદરામાં કેમ્પ અંગેની જાણકારી મળી. તેઓ કેનેડાથી વડોદરા આવ્યા તેમની સર્જરી કરાઇ અને બીજા જ દિવસે ચાલતા પણ થઇ ગયા. 37 વર્ષના ડો.મનુ શર્મા 13 હજારથી વધુ સફળતાપૂર્વક ઘુંટણની સર્જરી કરી ચૂક્યા છે. તેઓ અમદાવાદ, સુરત,અંકલેશ્વર,નવસારી, બારડોલી,વલસાડ અને સંસ્કાર નગરી વડોદરામાં પણ સેવારત છે.

તેમની પાસે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત આફ્રિકા, યુરોપ અને કેનેડાના દર્દીઓ આવી રહ્યા છે.તેમની સેવાની કદરના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાના હસ્તે તાજેતરમાં ડો. મનુ શર્માને ‘ભારત કે રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. મનુ શર્માનો કેમ્પ રવિવાર 26 જાન્યુઆરીએ નવજીવન નર્સિંગ હોમ, 28,29  આનંદ નગર સોસાયટી, પ્રોડક્ટિવિટી રોડ, મહાદેવ મંદિરની બાજુમાં અલકાપુરી, વડોદરા ખાતે બપોરે 11થી 1 સુધી છે. તેમની એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઇલ નંબર-9537784003 પર સંપર્ક કરી શકો છો. 

મારી પાસે આભાર વ્યકત કરવા શબ્દ નથી, પણ એટલું જ કહીશ, ડો. મનુ શર્મા દેવદૂત છે: ગીતાબેન

મારું મૂળ વતન વડોદરા પણ હું કેનેડા સેટેલ થઇ છું. બે વર્ષથી મારા બંને ઘુંટણમાં ખૂબ જ દુખાવો હતો. રૂટિન કામ પણ થતું હતું.. કેનેડા જેવા વેલ ડેવલપ ક્ન્ટ્રીમાં મેડિકલ ફેસિલિટીનું ધોરણ ઉંચું જ હોય એવી માન્યતા છે. જેના પગલે મેં પણ મારા એક પગના ઘુંટણનું ઓપરેશન કરાવ્યું પરંતુ પરિણામ ઝીરો રહ્યું. કેનેડામાં જ મેં ડો. મનુ શર્મા વિશે ઘણું સાંભળ્યું હતું. અમે વડોદરા જવાનું નક્કી કર્યું. બે મહિનાના વિઝા પર 15 ઓકટોબર 2024ના દિવસે કેનેડાથી વડોદરા પહોચ્યા. ડો.મનુ શર્માએ તપાસ કર્યા બાદ 17 ઓકટોબર 2024ના દિવસે બંને ઘુંટણની સર્જરી કરવામાં આવી. માત્ર 20 દિવસમાં જ હું કોઇપણ પીડા વિના બિલકુલ નોર્મલ રીતે ચાલવા અને ઘરના સામાન્ય કામ કરવા માંડી. બસ ફકત એટલું જ કહીશ કે ડો. મનુ શર્મા દેવદૂત છે-ગીતાબેન સોલંકી( ઉ.વ.66, કેનેડા)

ડો. મનુ શર્માના લીધે હું ફરીથી ટેનિસ રમતો થયો

મારા માટે ટેનિસ શોખથી વધુ કઇંક ગણાવી શકાય. હું એક કંપનીમાં અધિકારી છું. નોકરીના સમય બાદ હું નિયમિત ટેનિસ રમતો હતો. બે વર્ષ પૂર્વે અચાનક મારા ઘુંટણમાં દુખાવો શરૂ થયો, શરૂઆતમાં દવા લેવાથી મને સારૂં થઇ ગયું. પરંતુ એ રાહત હંગામી હતી. મારા એક મિત્રે ડો.મનુ શર્માને બતાવવાનું કહ્યું. તેમણે પહેલી જ બેઠકમાં મને વિશ્વાસ અપાવ્યો કે અનિલ ભાઇ તમારે લગીરેય ચિંતા કરવાની જરૂર નથી. તેમની પાસે ની રિપ્લેસમેન્ટ કરાવ્યા બાદ મારી સમસ્યા જડમૂળથી ગાયબ થઇ ગઇ. હવે હું ફરીથી એ જ સ્ફૂર્તિથી ટેનિસ રમી શકું છું. થેંક્સ ટૂ ડો. મનુ શર્મા.

અનિલ કુમાર મિશ્રા( ઉ.વ.54 વર્ષ)

હવે હું સરળતાથી યોગ કરી શકું છું

ઇશ્વરકૃપા થકી એવા દેવદૂતો પણ જીવનમાં મળી જાય છે જે તમને તમારી તકલીફમાંથી ઉગારે છે. બસ મારી સાથે આવું જ થયું. ઘુંટણમાં અચાનક શરૂ થયેલા દુખાવાએ મારું જીવન બદલી નાખ્યું. ચાલવું -ફરવું બધું જ બંધ થઇ ગયું. બીજી દૈનિક ક્રિયાઓમાં પણ સમસ્યા થવા લાગી. એક સંબંધી જોડે વિગતપૂર્વક આ મદ્દે ચર્ચા કરી. તેમણે કહ્યું કે, ‘એક વખત તમે ડો.મનુ શર્મા સાહેબને બતાવી જુઓ, મને વિશ્વાસ છે તમને ચોક્કસ ફરક પડશે.’ પહેલી સિટિંગમાં જ ડોકટર સાહેબે મારી વ્યથા સાંભળી એક જ શબ્દ બોલ્યા, તમે ચિંતા છોડી દો, બધું જ સારું થઇ જશે. સર્જરીના થોડાક જ કલાકો બાદ એવું લાગ્યું કે જાણે કોઇ પ્રોબલેમ હતો જ નહીં. મારી સાથે જે બહાર આવી તે રાહત આવી. હવે હું નિયમિતપણે યોગાસન કરી શકું છું. થેંક્સ ડોક્ટર મનુ શર્મા.

અરવિંદ પટેલ(ઉં.વ. 57 વર્ષ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp