અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ પડતું મૂક્યું, 23 દિવસમાં ત્રીજો બનાવ

PC: khabarchhe.com

અમદાવાદનો સીટીએમ ઓવરબ્રિજ જાણે સુસાઇડ પોઇન્ટ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 23 દિવસમાં અહીં, આત્મહત્યાના પ્રયાસનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. બુધવારે એક યુવતીએ સીટીએમ ઓવરબ્રિજથી ઝંપલાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. માહિતી મુજબ, હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

માહિતી મુજબ, બુધવારે સવારે 11 વાગ્યે અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ પાસે આવેલા ડબલડેક્કર ઓવરબ્રિજ પરથી એક યુવતીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, યુવતીએ બ્રિજ પરથી અચાનક છલાંગ લગાવી હતી. નીચે પટકાતા જ તેના પરથી એક કાર પસાર થઈ ગઈ હતી, જેથી યુવતીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. સ્થાનિકો દ્વારા યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં મદદ કરાઈ હતી. ચોંકાવનારી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જો કે, હાલ યુવતીની ઓખળ સામે આવી નથી. તેણે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, છેલ્લા 23 દિવસમાં સીટીએમ ઓવરબ્રિજથી આપઘાતની ત્રીજી ઘટના બનતા સ્થાનિક લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગની માગ કરવામાં આવી રહી છે, જેથી ફરીવાર આ પ્રકારની ઘટના ન બને. જણાવી દઈએ કે અગાઉ એક યુવતી અને છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ સીટીએમ ઓવરબ્રિજથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે વિદ્યાર્થીને ત્યાં ઊભેલા કેટલાક લોકોએ બચાવી લીધો હતો. જ્યારે આ પહેલા કોલેજમાં અભ્યાસ કરતી ત્રિકમપુરાની એક યુવતીએ છલાંગ લગાવી કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp