સમગ્ર દેશને વિકાસનો વિચાર ગુજરાતે આપ્યોઃ મંત્રી કુંવરજી હળપતિ

PC: khabarchhe.com

ચોંઢા ખાતે ગ્રામપંચાયત, કોમ્યુનિટી હોલ અને રાજમાતા જીજાબાઇ કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરતાં આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજી હળપતિ ગ્રામ પંચાયત એટલે ગ્રામ્યવિકાસનું મંદિર હોવાનું લાર્સન એન્ડ ટુબ્રો પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટની સહાયથી ગ્રામ પંચાયત, કોમ્યુનિટી હોલ અને રાજમાતા જીજાબાઇ કન્યા છાત્રાલય ચોંઢા લોકર્પણ સમારોહ પ્રસંગે આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર, ગ્રામ વિકાસ રાજય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું.

સરકારી કચેરીઓમાં અરજદારોને આરામદાયક સુવિધાયુક્ત વાતાવરણ પુરું પાડવા રાજ્ય સરકાર કાર્યરત છે. લોકોને સુવિધાયુક્ત વાતાવરણ પૂરું પાડવું એ જ વિકાસ છે, સમગ્ર દેશને વિકાસનો વિચાર ગુજરાતે આપ્યો હોવાનું મંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું હતું. રાજ્ય સરકારના સંવેદનશીલ નિર્ણયોના કારણે ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થયો છે. રાજ્ય સરકાર દ્વારા પાણી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, વીજળી અને માર્ગો માટે પણ રાજ્ય સરકારે ભગીરથ કામો કર્યા અને તેના પરિણામો લોકોની સુખાકારીમાં વધારો થયો છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સંવેદનશીલતાની કાર્યપ્રણાલી અપનાવી છે.

છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડી સમતોલ વિકાસ કરવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ મંત્રીએ વધુમાં કહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તકતીનું અનાવરણ, ગ્રામ પંચાયત અને કોમ્યુનિટી હોલનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલસાડ સાંસદ ડો.કે.સી.પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ગાંવિત, પ્રાયોજના વહિવટદાર  એમ.એલ.નલવાયા, અગ્રણીઓ  પિયુષ પટેલ,  અર્જુન ચૌધરી, ટ્રસ્ટી અતિક દેસાઇ તેમજ અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચો તેમજ મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp