
મહાઠગ કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદની ક્રાઇમ બ્રાંચે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કિરણ પટેલને રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે માહિતી છે કે મેટ્રો કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ સૂત્રો મુજબ, રિમાન્ડ અંતર્ગત કિરણ પટેલની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની શક્યતા છે.
જણાવી દઈએ કે, માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી. મંગળવારે એટલે કે 4 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કાશ્મીર પહોંચી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ શુક્રવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી હતી. ભેજાબાજ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ સિંધુ ભવન રોડ પર આવેલો ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ છે.
મીડિયા અહેવાલ મુજબ, કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, કિરણ પટેલે PMOની ઓળખ કોના આધારે આપી, આરોપીએ ડોક્ટરની પદવી ધરાવે છે એવી પણ માહિતી આપી છે. મકાન રિનોવેશનના ખર્ચની રકમ ક્યાંથી આવી અને 50 લાખના 4 ચેક આપવામાં આવ્યા હતા તે અંગેની વિગતો મેળવવા માટે આરોપીના રિમાન્ડ માગવામાં આવ્યા છે. આ સાથે મોંઘીદાટ ગાડીઓ, મકાન અને અન્ય ગુનાઓની તપાસ માટે કોર્ટ પાસે સમય માગવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp