
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો બાદ હવે અમદાવાદ શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે. અહીં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. જશોદાનગર વિસ્તારમાં કરાનો વરસાદ થયો હતો. આ સાથે જ ઠંડીનું જોર અમદાવાદમાં વધી ગયું છે અને હજુ રવિવારે પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને નારોલ, અસલાલી, લાંભા, મણિનગર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ બનાવને પગલે સમગ્ર શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યાં હતા. અચનાક જ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા.
#Ahmedabad ઇસનપુરમાં વરસાદ પડતા લગ્નના જમણવારમાં થાળીઓ લઈને દોડ્યા #ahmedabad #rain #marriage #isanpur #winter pic.twitter.com/9GBPnwXFpN
— GSTV (@GSTV_NEWS) January 28, 2023
આજે સવારના સમયે ઇસનપુર વિસ્તારમાં આદિવાસી ભીલ સમાજના સમૂહગાનમાં વરસાદ પડ્યો હતો. અહીં સમુહલગ્ન ચાલુ હોવાને કારણે વરસાદને લીધે લોકોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. લોકો થાળીઓ લઈને નાસભાગ કરતા જોવા મળ્યા હતા. અચાનક પડેલા વરસાદને કારણે લોકોનું જીવન પ્રભાવિત થયું હતું.
અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો
— Pranav Patel (@pranavpatel1424) January 28, 2023
ભર શિયાળે વરસાદી માહોલ
એસપી રીંગ રોડ પર વરસાદ સાથે કરા પડ્યા
Video by - સોશિયલ મિડીયા pic.twitter.com/4E63gQNBkT
ગત રાત્રિના સમયથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટના અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારો તો ભરૂચ, વડોદરામાં પણ વરસદ પડ્યો હતો. જોકે હવે ધીમે-ધીમે વેસ્ટન ડિસ્ટબન્સની અસર સમગ્ર રાજ્ય પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp