વડોદરામાં મેયરે પાળતું શ્વાન પરનો વેરો રદ્દ કર્યો

PC: indiatoday.in

વડોદરામાં આજે સામાન્ય બજેટ સભાના અંતિમ દિવસે ચર્ચા બાદ શહેરના મેયરે એક મહત્ત્વનો નિર્યણ લીધો છે. મેયરે શહેરમાં પાલતુ શ્વાન પરનો વેરો રદ કરવાની જાહેરાત કરી છે. વર્ષોથી ચાલી આવતો અને રૂ.5થી શરૂ થયેલો શ્વાન પરનો વેરો હવે 2023માં રદ કરવામાં આવ્યો છે.  

સોમવારે વડોદરામાં સામાન્ય બજેટની સભાના અંતિમ દિવસે મેયરે મહત્તવપૂર્ણ નિર્ણય લેતા પાલતુ શ્વાન પરનો વેરો રદ કર્યો છે. માહિતી મુજબ વર્ષો પહેલા રૂ.5થી શરૂ થયેલો શ્વાન વેરો વર્ષ 2023માં રદ કરવામાં આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે વર્ષ દરમિયાન માત્ર 4થી 5 લોકો જ આ શ્વાન વેરો ભરતા હતા. જોકે, સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે રૂ. 1 હજાર શ્વાન વેરો વસૂલવાની વાત હતી. પરંતુ, વેરાની ગણતરી ક્યારથી થશે તે અંગેની સ્પષ્ટતા નહોતી. જે બાદ હવે શ્વાન પરનો વેરો રદ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા, રાજ્યમાં પહેલી વખત વડોદરા પાલિકાએ પાલતુ શ્વાન પર વેરો સૂચવ્યો હતો. પરંતુ, છેલ્લા ઘણા સમયથી પાલતુ શ્વાન પર વેરાની આવક ન થતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વર્ષે માત્ર 4થી 5 લોકો જ આ વેરો ભરતા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પહેલીવાર વડોદરા કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાન પર વેરાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે લોકોનો મિશ્ર પ્રતિસાદ મળતા વેરો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp