વિધવા મહિલાએ પુત્રના લગ્ન માટે 2 લાખ વ્યાજે લીધેલા 11 લાખ ચૂકવ્યા છતા મકાન...

PC: khabarchhe.com

વડોદરામાં પુત્રના લગ્ન માટે ચાર વર્ષ પહેલા વ્યાજે લીધેલા રૂ. 2 લાખ સામે મહિલાએ રૂ. 11. 54 લાખ ચૂકવી દીધા છતાં પણ મકાનના દાસ્તાવેજ કરાવી લેનારા વ્યાજખોર સહિત બે સામે બાપોદ પોલીસે ફરિયાદના આધારે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

મીડિયા અહેવાલ મુજબ, વડોદરાના બકોરનગરમાં વિધવા લલીલાબેન સોલંકી પરિવાર સાથે રહે છે. વર્ષ 2019માં પુત્ર પિયુષ સોલંકીના લગ્ન માટે પૈસાની જરૂર હોવાથી તેમણે અટલાદરા ખાતે રહેલા અને ફાઈનાન્સનો વ્યવસાય કરતા પ્રદીપ પટેલ પાસેથી વ્યાજે રૂ. 2 લાખ 6 મહિનાની મુદ્દતે લીધા હતા. જોકે કોરોના કાળ દરમિયાન તેઓ પૈસા ચૂકવી શક્યા નહોતા. આથી પ્રદીપ પટેલ તેમની પાસે વારંવાર વ્યાજની ઉઘરાણી કરતો અને ધાક-ધમકી આપતો હતો. દરમિયાન પ્રદીપ પટેલ તેના બે સાગરિતો સાથે લલીતાબેનના ઘરે પહોંચ્યો અને પરિવાર સાથે ઝધડો કરી મારામારી કરી હતી અને 25 ટકા વ્યાજની ઉઘરાણી કરી હતી.

આરોપ મુજબ, પ્રદીપ પટેલે લલીતાબેનના પતિ અને પુત્રના બેંક એકાઉન્ડના એટીએમ કાર્ડ અને પિંન નંબર લઈ લીધા હતા અને દર મહિને એટીએમ મારફતે રકમ ઉપાડી લેતો હતો. 2 લાખ સામે રૂ. 11. 54 લાખ વસૂલી લીધા પછી પણ તે ઉઘરાણી કરતો હતો. પ્રદીપ પટેલે લલીતાબેનની માલિકીનું બકોરનગર વાળું મકાન પર પણ ઠગાઈ કરી કબજો કરવાની કોશિશ કરી હતી. આથી લલીતાબેને વ્યાજખોર પ્રદીપ પટેલ અને તેના સાગરીત સુનિલ પ્રજાપતિ સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp