રેલવેના વિસ્તારોમાં હોવ ત્યારે આ પ્રવૃત્તિઓ ટાળજો, ગાઇડલાઇન જાહેર

PC: indianexpress.com

રેલવે પ્રોટેક્શન ફોર્સે તહેવારોની સીઝન નજીક આવતા મુસાફરો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યારે રેલવે સ્ટેશનો, ટ્રેનો અથવા રેલવેના અન્ય વિસ્તારોમાં હોય ત્યારે નીચેની પ્રવૃત્તિઓ ટાળે

(૧) માસ્ક ન પહેરવું નથી અથવા અયોગ્ય રીતે પહેરવું.

(૨) યોગ્ય અંતર ન રાખવું.

(૩) કોવિડ સકારાત્મક જાહેર થયા છતાં રેલવે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં પ્રવેશ કરવો અને ટ્રેનમાં ચઢવું

(૪) કોરોના વાયરસના પરીક્ષણ પછી રિપોર્ટ આવે તે પહેલાં રેલવે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં દાખલ થવું અને ટ્રેનમાં ચઢવું

(૫) રેલવે સ્ટેશન પર હેલ્થ ચેક ટીમ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી ન હોવા છતાં ટ્રેનમાં ચઢવું.

(૬) જાહેર સ્થાને ઇરાદાપૂર્વક થૂંકવું અથવા પેશાબ કરવો અથવા સંડાસ કરવું.

(૭) એવી પ્રવૃત્તિઓ કે જે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ગંદકી ફેલાવે છે અથવા જાહેર આરોગ્ય અને સલામતીને અસર કરી શકે છે.

(૮) કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી કોઈપણ માર્ગદર્શિકાનું પાલન ન કરવું.

(૯) એવી કોઈપણ પ્રવૃત્તિ અથવા ભૂલ કે જે કોરોના વાયરસ ફેલાવવામાં મદદ કરે તેવી હોય.

કારણ કે આ પ્રવૃત્તિઓ અથવા ભૂલથી કોરોના વાયરસના ફેલાવા માટે મદદ મળે છે અને રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી મુસાફરોની સુવિધાઓને જોખમ ઉભું થઈ શકે છે, ત્યાં હાજર રહેલી વ્યક્તિની સલામતીને જોખમમાં મૂકે એવી કોઈપણ ભૂલો અથવા નિયમોની અવગણના માટે રેલવે એક્ટ 1989 ની કલમ 145, 153 અને 154 હેઠળ કેદ અથવા દંડની જોગવાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp