કાશ્મીર ફાઇલ્સ બાદ વિવેક અગ્નિહોત્રીની ‘વેક્સીન વૉર’ ફિલ્મના પણ PMએ વખાણ કર્યા

રાજસ્થાનમાં એક જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ‘વેક્સીન વૉર’ ફિલ્મનો પણ ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ કહ્યુ કે ભારતે મેડ ઇન ઇન્ડિયા વેક્સીન બનાવીને ભારતની સાથે સાથે દુનિયાના કરોડો લોકોના જીવ બચાવ્યા હતા. વેક્સીને બધાની જિંદગી બચાવી. કોંગ્રેસને મેડ ઇન ઇન્ડિયા વેક્સીનથી પણ ઘણી પરેશાની  થઇ રહી છે.

PM  મોદીએ આગળ કહ્યુ કે, વિશ્વમાં ભારતના વેક્સીન ઉત્પાદન પ્રયાસોની ચર્ચા થઈ રહી છે. આપણા વૈજ્ઞાનિકોની ચર્ચા થઈ રહી છે. મેં સાંભળ્યું છે કે આ દિવસોમાં એક ફિલ્મ 'ધ વેક્સીન વૉર'(The Vaccine War) આવી છે, મેં સાંભળ્યું છે કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ ભારતમાં કોવિડ સામે લડવા માટે દિવસ-રાત મહેનત કરી અને તેમની લેબમાં ઋષિની જેમ ધ્યાન કર્યું. અને આપણા મહિલા વૈજ્ઞાનિકોએ તેમાં શાનદાર અને અદભૂત કામ કર્યું હતું.

આ બધી વાતો આ ‘વેક્સીન વૉર’ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. દરેક ભારતીયને ફિલ્મ જોયા પછી ગર્વ થઇ રહ્યો છે કે આપણા વૈજ્ઞાનિકોએ કેવુ કેવું કામ કર્યું છે.  PM મોદીએ કહ્યુ કે, હું ફિલ્મ બનાવનારને પણ અભિનંદન આપવા માંગુ છું કે તમે ફિલ્મ બનાવવાની સાથે સાથે દેશના વૈજ્ઞાનિકો અને સાયન્સનું મહત્ત્વ સમજાવ્યું, જે આવનારી પેઢીને ખુબ કામ લાગવાનું છે.

PM નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા બાદ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામો આજની પરિયોજનાઓ સાથે જોઈ અને અનુભવી શકાય છે. તેમણે આ માટે રાજસ્થાનનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. PMએ કહ્યું હતું કે, રાજસ્થાન એક એવું રાજ્ય છે, જ્યાં દેશની વીરતા, સમૃદ્ધિ અને સંસ્કૃતિમાં પ્રાચીન ભારતનો મહિમા દેખાય છે. તેમણે તાજેતરમાં જોધપુરમાં એક ખૂબ જ વખાણાયેલી G20 મીટિંગને પણ યાદ કરી. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સનસિટી જોધપુરના આકર્ષણને રેખાંકિત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન, જે ભારતના ભૂતકાળના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભારતના ભવિષ્યનું પણ પ્રતિનિધિત્વ કરે તે મહત્વનું છે. આવું ત્યારે જ થશે જ્યારે મેવાડથી મારવાડ સુધી સમગ્ર રાજસ્થાન વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ અહીં થશે.

PM મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના પેપર લીક માફિયાએ અહિયાના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું. ચૂંટણી સમયે બેરોજગારી ભથ્થાનું વચન આપનારી કોંગ્રેસે અહિયાના યુવાનોને પેપર લીક માફિયાના હવાલે કરી દીધા. આવા માફિયાઓ સામે BJP કડક કાર્યવાહી કરશે.

તેમણે જણાવ્યું હતું કે, બિકાનેર અને બાડમેરમાંથી પસાર થતો જામનગર એક્સપ્રેસવે તથા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે રાજસ્થાનમાં હાઈટેક માળખાનું ઉદાહરણ છે. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષે રાજસ્થાનમાં રેલવે માટે આશરે 9500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અગાઉની સરકારોના સરેરાશ બજેટ કરતા 14 ગણું વધારે છે. PMએ ધ્યાન દોર્યું હતું કે, રાજસ્થાનમાં આઝાદીથી લઈને અત્યાર સુધી વર્ષ 2014 સુધીમાં આશરે 600 કિલોમીટરની રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ થયું હતું, પણ વર્તમાન સરકારે છેલ્લાં 9 વર્ષમાં 3700 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કર્યું છે. PMએ કહ્યું હતું કે, હવે ડિઝલ એન્જિન ટ્રેનોને બદલે આ ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવામાં અને હવાને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ PMએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 80થી વધારે રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ થઈ રહ્યો છે. તેમણે દેશમાં એરપોર્ટના વિકાસની જેમ ગરીબો દ્વારા અવારનવાર આવતા રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જોધપુર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

PMએ કહ્યું હતું કે, પ્રયાસ એ છે કે રાજસ્થાન શિક્ષણની સાથે-સાથે મેડિકલ અને એન્જિનીયરિંગનું પણ કેન્દ્ર બને. આ માટે જોધપુર એઈમ્સમાં 'ટ્રોમા, ઈમરજન્સી અને ક્રિટિકલ કેર'ની સુવિધા વિકસાવવામાં આવી રહી છે અને PM – આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ-એએચઆઈએમ) હેઠળ સાત ક્રિટિકલ કેર બ્લોક સમગ્ર રાજસ્થાનમાં વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એઇમ્સ જોધપુર અને આઇઆઇટી જોધપુરને માત્ર રાજસ્થાનની જ નહીં, પણ દેશની ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવતી જોઈને મને ઘણો આનંદ થાય છે. PMએ કહ્યું હતું કે, એઈમ્સ અને આઈઆઈટી જોધપુરે સાથે મળીને મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પર કામ શરૂ કર્યું છે. રોબોટિક સર્જરી જેવી હાઈટેક મેડિકલ ટેકનોલોજી ભારતને રિસર્ચ અને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ અપાવશે. તેનાથી મેડિકલ ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.