AM/NS Indiaએ મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBA બેચનો પ્રારંભ કર્યો

PC: essdocs.com

વિશ્વના અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (BITS) પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAની પ્રથમ બેચના પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ જુલાઇ 7, 2023થી શરૂ થઇ રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય સંસ્થામાં ટેક્નીકલ લીડરશીપની ભૂમિકા માટે યુવા ગ્રેજ્યુએટ એન્જિનિયરને તૈયાર કરવાનો છે.
AM/NS India નિરંતર શીખતા રહેવાની મહત્વતાને સમજે છે અને વિવિધ ક્ષમતા-નિર્માણ પહેલો દ્વારા તેના કર્મચારીઓની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBA યુવા એન્જિનિયર્સને પ્રોડક્શન અને ઓપરેશન્સ, સ્ટ્રેટેજીક પ્લાનિંગ, ટેક્નોલોજી મેનેજમેન્ટ અને રિસોર્સ ઓર્ગેનાઇઝેશનને કાર્યક્ષમ રીતે સંચાલિત કરવા માટે સજ્જ કરવાનો છે, જેથી સ્પર્ધાત્મક લાભને જાળવી શકાય. AM/NS Indiaના વિવિધ કેન્દ્રો ઉપર સખત મૂલ્યાંકન પ્રક્રિયા દ્વારા આ પ્રોગ્રામ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે.

શૈક્ષણિક ઉત્કૃષ્ટતા માટે જાણીતી બિટ્સ પિલાની સાથેના સહયોગમાં એમબીએ ઇન મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં 4 સેમિસ્ટર્સનો સમાવેશ થાય છે, જેમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં 12 કોર્સિસ અને એક સેમિસ્ટર પ્રોજેક્ટ વર્કનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામ આધુનિક ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ડિલિવર કરાશે, જેમાં અભ્યાસકર્તાઓને આધુનિક મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટના ખ્યાલો વિશે વ્યાપક સમજણ આપવામાં આવશે.

આ પ્રોગ્રામના ભાગરૂપે AM/NS Indiaના એન્જિનિયર્સને BITS પિલાનીના અનુભવી ફેકલ્ટીઝ પાસેથી અભ્યાસ કરવાની, નવીન મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટના માર્ગદર્શનો મેળવવાની તથા પોતાના કાર્યસ્થળ પર કાર્યક્ષમ વ્યવસાયિક પરિણામો પ્રાપ્ત કરવાની તક મળશે. વધુમાં વિદ્યાર્થીઓ BITS પિલાની કેમ્પસની ટૂંક સમયમાં મુલાકાત પણ કરી શકશે, જેથી તેમના અભ્યાસનો બમણો અનુભવ મળી શકે. એએમ/એનએસ ઈન્ડિયાએ સ્ટીલ ટેક્નોલોજી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં વર્ક-ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી અભ્યાસક્રમો ઓફર કરવા માટે જાણીતી સંસ્થાઓ સાથે ભાગીદારી સ્થાપી છે. આ ભાગીદારીમાં ગુજરાત સરકારની સ્કીલ યુનિવર્સિટી - કૌશલ્ય, બિટ્સ અને આઇઆઇટી બોમ્બેનો પણ સમાવેશ થાય છે.

AM/NS Indiaના હ્યુમન રિસોર્સિસ, આઇઆર અને એડમિનિસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટૂએ બિટ્સ પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAના પ્રારંભની જાહેર કરતાં જણાવ્યું હતું કે, “અમને પ્રતિભાશાળી કર્મચારીઓના સમૂહની રચના કરવામાં તથા અમારા ટેક્નીકલ લીડર્સને તૈયાર કરવા માટે BITS પિલાની સાથેના સહયોગથી મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં 2 વર્ષના MBAની અમારી પ્રથમ બેચની જાહેરાત કરતાં ખુશી અનુભવાય છે. AM/NS India અગ્રણી સંસ્થાઓ દ્વારા કર્મચારીઓને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ કરાવવામાં માને છે અને આ ભાગીદારી આ દિશામાં એક મોટી પહેલ છે. BITS પિલાની એક પ્રતિષ્ઠિત સંસ્થાન છે, જે ઉચ્ચતમ ધોરણોનું ગુણવત્તાયુક્ત ટેકનિકલ શિક્ષણ પ્રદાન કરવા માટે જાણીતી છે. તેના મજબૂત અભ્યાસક્રમ સાથે MBA પ્રોગ્રામ અમારા એન્જિનિયર્સને પડકારરૂપ અસાઇનમેન્ટનો સામનો કરવામાં તથા અમારી સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં મદદ કરશે.” મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં MBAનો પ્રારંભ AM/NS India તેના કર્મચારીઓમાં રોકાણ કરવા અને સંસ્થામાં ભાવિ ટેક્નીકલ લીડર્સ વિકસાવવા માટેના સમર્પણને દર્શાવે છે. કર્મચારીઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ અને તાલીમની એક્સેસ પ્રદાન કરીને કંપનીનો હેતુ સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગમાં મોખરે રહેવા અને તેની સ્પર્ધાત્મક સ્થિતિ જાળવી રાખવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp