
હજીરા-સુરતના આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ટાઉનશિપમાં આવેલી એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 સીબીએસઈ પરીક્ષામાં ઉતીર્ણ થઈ સ્કૂલને 100 ટકા ઉજ્જવળ પરિણામ અપાવ્યું છે. સ્કૂલના 8 વિદ્યાર્થીઓએ સંસ્કૃત જેવા મુશ્કેલ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી પોતાની બુદ્ધિબળનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સીબીએસઇ પરિક્ષામાં સ્કૂલના તમામ 92 વિદ્યાર્થી પાસ થયા છે. 97.8 ટકા માર્ક સાથે અસ્મિતા આમ્ટે ટોપર રહી છે. તે પછી જૈનમ પંચાલે 97 ટકા અને ઉદયન શાસ્ત્રીએ 96.8 ટકા માર્કસ મેળવ્યા છે. નોંધનીય છે કે 36 વિદ્યાર્થીઓએ પસંદ કરેલ સંસ્કૃત વિષયમાં 8 વિદ્યાર્થીઓ (અસ્મિતા આમ્ટે, જૈનમ પંચાલ, ઉદયન શાસ્ત્રી, દિવ્યાંશુ રાય, સંભવી શ્રીવાત્સવ, અર્ણવ મંગોલી, ખુશ્બુ યાદવ અને આયુષી રંજન)એ 100માંથી 100 માર્કસ મેળવ્યા અને અન્ય 3 વિદ્યાર્થીઓ પણ 100માંથી 99 માર્ક સાથે સરભર રહ્યા હતા. આ ઉપરાંત એક વિદ્યાર્થીને અંગ્રેજી અને સોશિયલ સાયન્સમાં 100માં 99 માર્ક મળ્યા છે. ગણિત અને હિંદીમાં પણ સૌથી વધુ 98 માર્ક મળેલા છે.
એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય સુનિતા મટ્ટુ જણાવે છે કે “અમારા વિદ્યાર્થીઓએ સીબીએસઈ બોર્ડની પરિક્ષાઓમાં અપવાદરૂપ સારાં પરિણામો લાવવાની ભવ્ય પરંપરા જાળવી રાખી છે. હું તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છુ. હુ તમામ શિક્ષકોને પણ ઉત્તમ પરિણામ લાવવા માટે સખત પરિશ્રમ અને પ્રયાસો બદલ અભિનંદન પાઠવુ છું.” અહી ઉલ્લેખનીય છે કે 80% થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 80% કે તેથી વધુ ગુણ મેળવ્યા છે. લગભગ 12% વિદ્યાર્થીઓએ 70 થી 80% ની વચ્ચે સ્કોર કર્યો, જ્યારે બાકીના 7% વિદ્યાર્થીઓએ 60% થી વધુ સ્કોર મેળવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp