MS યુનિ.માં G-20 બેઠકમાં CM, ગૃહમંત્રી ન આવતા સેનેટ સભ્યોમાં રોષ

PC: twitter.com\

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) દ્વારા G-20 અંતર્ગત યુથ-20ની શિખર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંત, આ બેઠકમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમ જ મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આથી સેનેટ સભ્યો દ્વારા આ મામલે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. મીડિયા અહેવાલ મુજબ, કેટલાક સભ્યોએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીનું અપમાન છે.

જણાવી દઈએ કે વડોદરાની એમએસયુ દ્વારા G-20 અંતર્ગત યુથ-20 સમિટનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી સહિત અન્ય ધારાસભ્યો અને અગ્રણીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ, વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમ જ મોટાભાગના ધારાસભ્યા સમિટમાં હાજર રહી શક્યા નહોતા. આથી સેનેટના સભ્યોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને યુ-20 સમિટ માટે કરેલો તમામ ખર્ચ પણ માથે પડ્યો હોવાના આરોપ કરાયા હતા.

મીડિયા અહેવાલ મુજબ, એમએસયુના સેનેટ સભ્ય કપિલ જોશીએ જણાવ્યું હતું કે, G-20 અંતર્ગત કાર્યક્રમ આવકાર્ય છે. પરંતુ, આમંત્રણ આપ્યા છતાં ધારાસભ્ય કેયૂર રોકડિયા સિવાય મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત મોટાભાગના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. આ યુનિવર્સિટીનું અપમાન છે. કપિલ જોઈએ આરોપ લગાવતા સવાલો કર્યા કે, જ્યારે ગેસ્ટ આવવાના જ નહોતા તો પછી આટલો ખર્ચ કરવાની જરૂર શું હતી? શા માટે આવા તાયફાઓ કરો છો? શું વીસીને આ વિશે ખબર નહોંતી?

કપિલ જોશીએ કહ્યું કે, આ સેનેટ સભ્યો અને વિદ્યાર્થીનું અપમાન છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થી દ્વારા કોનવોકેશનની માગ કરાઈ રહી છે. પરિણામ જાહેર થઈ ગયા છતાં પણ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી. વિદ્યાર્થિનીઓની છેડતી થાય છે. પરંતુ આ બધી સમસ્યાઓ અંગે વિચારવાની કે નિવારણ લાવવા કોઈ પ્રકારની કોશિશ કરવામાં આવતી નથી. વીસી માત્ર સરકારની ગુડ બુકમાં સ્થાન લેવા હવાતિયાં મારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp