શિક્ષણ મંત્રાલયના પ્રદર્શન ગ્રેડિંગ ઈન્ડેક્સમાં આ જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રદર્શન ગ્રેડિંગ સૂચકાંક પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડિકેટર માં ગુજરાત રાજ્યના 33 જિલ્લામાં જૂનાગઢ જિલ્લાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે સમગ્ર દેશમાં 19 મું સ્થાન હાસિલ કર્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2018 – 19, વર્ષ 2019 - 20 નો પીજીઆઈ પરફોર્મન્સ ગ્રેડીંગ ઇન્ડિકેટર ડેટા બહાર પાડવામાં આવેલ છે. પીજીઆઈ નું મુખ્ય ઉદ્દેશ દરેક બાળકને ગુણવત્તા પૂર્વક શિક્ષણ સુનિશ્ચિત થાય એ માટેનો છે. ઇન્ડેક્સમાં છ કેટેગરીમાં વિવિધ ક્ષેત્રના આધારે કુલ 83 ઇન્ડિકેટર્સમાં 600 માર્કસમાંથી મૂલ્યાંકન કરવામાં આવે છે. આ 600 માર્ક્સમાંથી જૂનાગઢ જિલ્લાએ 447 માર્ક મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આા અંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.જી.જેઠવા એ જણાવ્યું હતું કે,આ ઇન્ડેક્સમાં શિક્ષકોનું મહેકમ, પ્રોફેશનલ ડેવલપમેન્ટ આઉટક્મ, લર્નિંગ ક્વોલિટી, લર્નિંગ મેનેજમેન્ટ, શાળાની સુવિધા - ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શાળામાં સલામતી, શાળાઓને મળતી ગ્રાન્ટનો ઉપયોગ, સ્કૂલ લીડરશીપ ડેવલપમેન્ટ સહિતના માપદંડ નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp