- Education
- ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇને આવ્યા મોટા સમાચાર
ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇને આવ્યા મોટા સમાચાર
રાજ્યના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આ સમાચાર વાંચીને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે સરકારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન આપવામાં આવતું વેકેશન નહીં આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇ નવરાત્રીના તહેવારમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાતની શાળાઓમાં વેકેશન રહેશે.

ત્યારે આ નિર્ણયને લઇને ઘણો વિવાદ પણ થયો હતો. કારણ કે રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરી દીધી હતી, જે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યારે અજાણ હતા. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે હવે નવરાત્રી વેકેશન આપવામાં આવશે નહીં.
શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવમા અને અગીયારમા ધોરણમાં હવે રિટેસ્ટ લેવામાં નહીં આવે.

