અમદાવાદ: ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ

એક સંયુક્ત ઓપરેશનમાં, સાયબર ક્રાઈમ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં કામ કરતા પટાવાળાની બોટની વિભાગમાંથી નર્સિંગની ગુમ થયેલી ઉત્તરવહીના કેસમાં તેની કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ડામોર, (ઉં26) જે GUમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હતો, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉમ્બર ટેકરા ગામમાંથી ઝડપાયો હતો.

જુલાઈમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી. આક્ષેપ કરાયો હતો કે, ડામોરે બે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ સની ચૌધરી અને અમિત સિંહના કહેવાથી ઉત્તરવહીઓ ચોરી કરી હતી. જોકે, હાલ બંને આરોપી ફરાર છે. 10મી જુલાઈના રોજ લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહીઓ વનસ્પતિ વિજ્ઞાન વિભાગના લોકર રૂમમાં સંયોજકની હાજરીમાં રાખવામાં આવી હતી. તેમાંથી 14 ઉત્તરવહીઓ ગુમ થઈ ગઈ હતી, જેના પછી ગુજરાત યુનિવર્સિટી પોલીસે 14 વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતા અને આ કેસમાં ચૌધરીની કથિત સંડોવણી વિશે જાણ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, ચૌધરીએ કથિત રીતે દરેક વિદ્યાર્થી પાસેથી તેમની ઉત્તરવહીઓ લોકર રૂમમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે 50,000 રૂપિયા લીધા હતા. સૂચના મુજબ, ડામોરે ઉત્તરવહીઓ ચોરી અને ચૌધરીને આપી હતી. ત્યારપછી બંનેએ ઉત્તરવહીમાં સાચા જવાબો લખ્યા અને ડામોરને પાછી આપી, જેણે તેણે લોકર રૂમમાં પાછી મૂકી દીધી હતી. રૂ. 50 હજારમાં સંજય ડામોરને પણ ભાગ મળવાનો હતો. પોલીસે 12 જુલાઈએ ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મીન્સ) એક્ટ, 2023ના આરોપો સાથે IPCની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરી, ગુનાહિત પેશકદમી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી હતી.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.