રાજકોટમાં 191 યુવાનોને સરકારી નોકરી, રૂપાલાએ કહ્યું અમૃતકાળ ચાલે છે

PC: PIB

PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 71 હજારથી વધુ ઉમેદવારોને કેન્દ્રની સરકારી નોકરી માટેના નિમણુંક પત્ર વિતરણનો કાર્યક્રમ દેશના 45 સ્થળોએ યોજાયો હતો. આ શૃંખલા અન્વયે સૌરાષ્ટ્ર કક્ષાનો રોજગાર મેળો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાજકોટના જગજીવનરામ સીનીયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં PM નરેન્દ્ર મોદીના વક્તવ્યનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ પ્રસંગે PM એ કહ્યું હતું કે દેશના યુવાનોને દરેક ક્ષેત્રે રોજગારી મળે તે માટે પ્રતિબધ્ધ કેન્દ્ર સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે લાખો યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. અનેક ક્ષેત્રની કાયાપલટ કરી રોજગારીની તકો યુવાનો માટે નિર્માણ કરાઈ છે.

મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાએ રેલવે, પોસ્ટ, બેન્ક, આયકર, ઉદ્યોગ વિભાગમાં વિવિધ પદો પર નોકરી મેળવનાર 191 ઉમેદવારોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે આ રોજગાર મેળા થકી લાખો યુવાનોને રોજગારી આપવાનું કામ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઇ રહ્યું છે. દેશના વિકાસની ધોરી નસ ભારતીય રેલવેને માનવામાં આવે છે, એટલે જ રેલવેને રોજગાર મેળામાં આયોજક બનાવાયું છે. દેશમાં સ્વચ્છતામાં અને રોજગારી આપવામાં રેલવે મોખરે છે.

દેશના અમૃત કાળનો પ્રારંભ થયો છે ત્યારે આ મોકાનો લાભ લઇને દેશસેવામાં પ્રવૃત્ત થવા મંત્રી રૂપાલાએ નવનિયુકત ઉમેદવારોને અનુરોધ કરતાં કહ્યું હતું કે આપણો દેશે વિશ્વમાં પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો છે. ભારતમાં યોજાયેલી જી-20 સમિટમાં વિશ્વના અગ્રણી 20 દેશો જોડાયા હતા. હાલની સરકાર દ્વારા ઝડપથી પારદર્શક અને ઓનલાઇન ભરતી થઈ રહી છે જેનું જીવંત ઉદાહરણ આજે થયેલી ભરતી છે. નેશનલ ફર્સ્ટ સૌની સેવાનો હેતુ રહેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp