શાળામાં જ્યાંથી બાળકો પાણી પીવે ત્યાંથી ગ્લાસ મગાવી કલેક્ટરે કેમ પાણી પીધું

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની 20મી શ્રૃખંલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના ગામોને પ્રથમ ગામ બનાવવાના આપેલા કાર્યમંત્રને ધ્યાને રાખીને કલેક્ટર અતુલ ગોર બીજા દિવસે શીનોર તાલુકાના દૂરદરાજ ગામોમાં પહોંચ્યા હતા. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તેઓ આજે માંજરોલ, કુકસ અને દિવેર ગામના કાર્યક્રમોમાં સહભાગી બની 50 ભૂલકાઓએ વિદ્યામંદિરોમાં પા..પા.. પગલી કરાવી હતી.

વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસના પ્રારંભે કલેક્ટર અતુલ ગોર પ્રથમ શીનોર તાલુકાના માંજરોલ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. અહીં તેમણે કુલ 15 બાળકોનો આંગણવાડી, બાલવાટિકા અને પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યો હતો. સાથે તેમણે આ શાળામાં પોતાની ગ્રાંટમાંથી સ્માર્ટ ક્લાસની ફાળવણીની જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, એ બાદ તેઓ કુકસ ગામની પ્રાથમિક શાળામાં આયોજિત પ્રવેશોત્સવમાં સહભાગી બન્યા હતા. અહીં બાળકો દ્વારા સુંદર મજાની સાંગીતિક પ્રવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા વાજતેગાજતે મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કુકસ ગામમાં કુલ 24 બાળકોનો વિદ્યારંભ થયો હતો. કુકસના ગ્રામજનો દ્વારા શિક્ષણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું જણાયું હતું. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે રૂ. 66 હજારના લખવાના ચોપડાનું દાન મળ્યું હતું. આ ઉપરાંત ગણવેશ તથા એક કોમ્પ્યુટરનું દાન પણ શાળાને મળ્યું હતું. ગામની સ્વચ્છતા પણ ધ્યાનાકર્ષક બાબત હતી. તત્પશ્ચાત કલેક્ટર ગોર દ્વારા દિવેર ગામમાં 11 ભૂલકાઓનો વિદ્યારંભ કરાવવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કલેક્ટરે આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. વિશેષ બાબત તો એ જોવા મળી હતી કે, શાળામાં જે સ્થળેથી બાળકો પાણી પીતા હોઇ ત્યાંથી જ પાણી મંગાવી કલેક્ટરે પીધું હતું અને તેની ચકાસણી કરી હતી. આવી રીતે ચકાસણી તેમણે ત્રણેય શાળામાં કરી હતી.

કલેક્ટરે આ શાળાઓમાં પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વાલીઓને પોતાના પુત્ર સાથે અભ્યાસ બાબતે નિયમીત પૃચ્છા કરવા ઉપરાંત બાળકોને અભ્યાસમાં ઉજ્જવળ કારકીર્દિ બનાવવા જણાવ્યું હતું. તેમણે બાળકોની સર્જનાત્મક શક્તિને બિરદાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp