'આદિપુરુષ'નું ફાઇનલ ટ્રેલર રીલિઝ, 1 દિવસમાં 3 કરોડથી વધુ વ્યૂ

મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું ટ્રેલર બુધવારે રીલિઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ એક વાત દાવા સાથે કહી શકાય કે, આ ફિલ્મ રીલિઝ થયા બાદ થિયેટરોમાં 'જય શ્રી રામ'ના નારા લાગશે. મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામનું હૃદય જીતી લેનારું વર્તન હોય કે, હનુમાનજીની ધમાકેદાર એન્ટ્રી હોય, ફિલ્મના ટ્રેલરમાં લગભગ બધું જ પરફેક્ટ છે. આ ટ્રેલર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું છે, ટ્રેલરને 1 દિવસમાં 36 મિલિયન એટલે કે 3 કરોડથી વધુ વ્યૂ મળી ગયા છે.

એમ કહેવું ખોટું નહીં હોય કે, ફિલ્મનું ટ્રેલર તમને ચિલિંગ મ્યુઝિક સાથે રોલર કોસ્ટર રાઈડ પર લઈ જશે. ક્યારેક તમે ખૂબ જ ભાવુક અનુભવો છો તો ક્યારેક તમે વીર રસથી ભરાઈ જાઓ છો. ફિલ્મનું સંગીત બેશક તેની USP છે, પરંતુ સાથે જ પ્રભાસ, કૃતિ સેનન અને દેવદત્ત નાગેનું કામ ટ્રેલરમાં સ્પષ્ટપણે જોવા મળે છે. 

'રામાયણ' એ મહાકાવ્ય છે જેને આ દેશનું દરેક બાળક સાંભળીને મોટો થયો છે. આવી સ્થિતિમાં ડિરેક્ટર ઓમ રાઉત પર સૌથી મોટી જવાબદારી કંઈક નવું ઉમેરવાની હતી. કારણ કે, આપણે બધા રામાયણની વાર્તા જાણીએ છીએ, તમારા સંશોધન અને નવી માહિતીથી વિવેચકોને પ્રભાવિત કરવાનું સરળ કાર્ય નહોતું. ટ્રેલરમાં એક વાત સ્પષ્ટ થાય છે કે, મેકર્સે રામાયણના દરેક સીનને ખૂબ જ સિનેમેટિક ફીલ આપવાનો પ્રયાસ કર્યો છે. દરેક સીન લાર્જર ધેન લાઈફ દેખાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે.

સૈફ અલી ખાન, કૃતિ સેનન, પ્રભાસ, દેવદત્ત નાગે અને સન્ની સિંહ જેવા સ્ટાર્સ સાથે દર્શકો છેલ્લા 2 વર્ષથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની જાહેરાત થતાં જ લોકો સવાલો પૂછવા લાગ્યા કે, આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે. પહેલા એવું માનવામાં આવતું હતું કે, આ ફિલ્મ ફક્ત હનુમાનજી પર આધારિત હશે, પરંતુ પછી ખબર પડી કે, ફિલ્મની વાર્તા વાસ્તવમાં રામાયણની વાર્તાને દર્શકોને નવી રીતે બતાવશે. સ્વાભાવિક છે કે, ઓમ રાઉતે આ ફિલ્મ માટે ઘણું સંશોધન કર્યું છે અને તેઓ રામાયણની વાર્તાને પહેલીવાર મોટા પડદા પર બતાવવાની જવાબદારીની ગંભીરતા સમજી ગયા છે, પરંતુ ફિલ્મને જનતાનો કેટલો પ્રેમ મળે છે, તે તો 16 જૂને જ જાણી શકાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp