જબરદસ્ત એક્શન-ડાયલોગ્સ સાથે અક્ષય-ટાઇગરની 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર રીલિઝ

PC: twitter.com

ફિલ્મઃ બડે મિયાં છોટે મિયાં

ડિરેક્ટરઃ અલી અબ્બાસ ઝફર

પ્રોડ્યૂસરઃ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, અલી અબ્બાસ ઝફર, હિમાંશુ મહેરા

કાસ્ટઃ અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, પૃથ્વીરાજ

બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં અલાયા પણ જોવા મળવાની છે, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ સાથે તે જોવા મળશે. આ સાથે મલયાલમ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ આ ફિલ્મમાં સ્પેશિયલ રોલમાં જોવા મળશે. આ એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હશે.

અલાયા એફની અત્યાર સુધી બે ફિલ્મો આવી ચુકી છે. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા હતા. 2020માં તે જવાની જાનેમનમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સૈફ અલી ખાનની દીકરીનો રોલ કર્યો હતો. આ પછી, તે કાર્તિક આર્યન સાથે હાલમાં જ આવેલી ફ્રેડીમાં જોવા મળી હતી. તે એક સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી જેને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ કરવામાં આવી હતી. માત્ર બે ફિલ્મો કરીને તેણે પોતાને સાબિત કરી દીધું કે તે એક સારી અભિનેત્રી બનવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે આજની તારીખમાં તેની પાસે ઘણા પ્રોડ્યૂસરની લાઈન છે. અને તેને સૌથી મોટો બ્રેક બડે મિયાં છોટે મિયાં જેવી મલ્ટીસ્ટારર ફિલ્મમાંથી મળ્યો છે જેમાં તે ટાઇગર શ્રોફની અપોઝિટ જોવા મળશે.

બડે મિયાં છોટે મિયાંને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર દેશોમાં શૂટિંગ કરવામાં આવી છે. આ ફિલ્મ પાંચ અલગ-અલગ ભાષાઓમાં રીલિઝ થશે. જેમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. ફિલ્મની જાહેરાતનું ટીઝર રીલિઝ થઈ ગયું છે, જેને તમે YouTube પર જોઈ શકો છો. જેકી ભગનાની ફિલ્મના પ્રોડ્યૂસર છે. અગાઉ 1998માં આવેલી અમિતાભ બચ્ચન, ગોવિંદા અને રવિના ટંડન અભિનીત સરખા ટાઈટલ સાથે રીલિઝ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં જેકી ભગનાનીના પિતા વાસુ ભગનાની દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. માધુરી દીક્ષિતે આ ફિલ્મમાં ગેસ્ટ અપીયરેંસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp