અજય દેવગણની ‘ભોલા’ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રીલિઝ, 1 કલાકમાં 1 મિલિયન વ્યૂ

ફિલ્મઃ ભોલા

ડિરેક્ટરઃ અજય દેવગણ

પ્રોડ્યૂસરઃ અજય દેવગણ, ભૂષણ કુમાર, ક્રિષન કુમાર

કાસ્ટઃ અજય દેવગણ, તબુ

રીલિઝ ડેટઃ 30 માર્ચ

અજય દેવગણ પોતાની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ 'દ્રશ્યમ 2' પછી વધુ એક ધમાકો કરવાનો છે. એક્ટર ટૂંક સમયમાં પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ભોલા' લઈને આવી રહ્યો છે. જેનું ટ્રેલર આજે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા અજય દેવગણે ફિલ્મનું મોશન પોસ્ટર જાહેર કર્યું હતું. 'ભોલા' એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેમાં અજય દેવગણ એક્શન કરતો જોવા મળશે.

'ભોલા'ના ટ્રેલરની શરૂઆત સરસ્વતી નામના એક અનાથાશ્રમથી થાય છે, જ્યાં એક નાનકડી છોકરી જ્યોતિ પર ફોકસ કરવામાં આવે છે. અનાથ આશ્રમની કેરટેકર છોકરીને કહે છે કે તેને મળવા માટે કોઈ આવી રહ્યું છે. જેને સાંભળીને તે કન્ફ્યુઝ થઈ જાય છે કે તેને કોણ મળવા આવવાનું છે કારણ કે, તેનું તો કોઈ નથી. જેના પછી ટ્રેલરમાં જેલનો સીન બતાવવામાં આવે છે અને અજય દેવગણની એન્ટ્રી થાય છે. જે એક કેદી છે અને તે જેલમાંથી છૂટી રહેલો જોવા મળે છે. 

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

જેલમાં બંધ આ કેદી રામનો ભક્ત છે અને શ્રીમદ ભગવત ગીતા વાંચે છે. જેલમાં બંધ આ કેદીને જોઈને દરેક ડરી જાય છે. કોઈને ખબર નથી હોતી કે તે ક્યાંથી આવ્યો છે અને જેલમાં કેમ બંધ છે. 'ભોલા'નું ટ્રેલર સસ્પેન્સથી ભરપૂર છે અને અજય દેવગણ એક ડાર્ક કેરેક્ટરમાં નજરે આવી રહ્યો છે. અજય દેવગણની ફિલ્મ 'ભોલા' સાઉથની બ્લોક બસ્ટર ફિલ્મ 'કૈથી'ની હિન્દી રિમેક છે. ઓરીજીનલ ફિલ્મમાં સુપરસ્ટાર કાર્થી શિવકુમારે લીડ રોલ નીભાવ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણું સારું કલેક્શન કર્યું હતું.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણું સારું કલેક્શન કર્યું હતું,  હાલમાં જ ફિલ્મના સીક્વલમાં સાઉથ સસ્પેન્સન કમલ હસન જોવા મળશે. 'ભોલા'ની સ્ટોરીની વાત કરીએ તો એક ડ્રગ માફિયાની આસપાસ ફરતી દેખાડવામાં આવી છે. ફિલ્મમાં પિતા-પુત્રીના બોન્ડિંગને પણ જોઈ શકાય છે. 'ભોલા'ના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં અજય દેવગણ સાથે તબ્બુ પણ જોવામાં આવશે. તેની સાથે ફેન્સ 'દ્રશ્યમ' પછી ફરીથી બંનેને સાથે જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મ 30 માર્ચ, 2023ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. એક્ટિંગની સાથે અજયે ડિરેક્ટીંગ પણ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp