'બુશર્ટ ટી-શર્ટ' ફિલ્મ આ છે ખાસ સ્ટોરી

કોકોનટ મોશન પિક્ચર્સ હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન માટે જાણીતા છે અને તેમની નવીનતમ ફિલ્મ 'બુશર્ટ ટી-શર્ટ' પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ દર્શકોને આપણી રોજિંદી મુશ્કેલીઓથી દૂર આનંદ અને હાસ્યની એક મોજીલી દુનિયામાં લઈ જાય છે.

આ ફિલ્મ તમામ વયનાં દર્શકોને આકર્ષે છે અને આમાં દરેક માટે કંઈક અનોખું છે. નિર્માતા રશ્મિન મજીઠીયા શેર કરે છે, "અમારી ફિલ્મોમાં હંમેશા વિવિધ પ્રકારની લાગણીઓ હોય છે. જેનો આપણે આપણા જીવનમાં અનુભવ કરીએ છીએ, પરંતુ કોમેડી ફિલ્મો હવે આપણી શક્તિ બની ગઈ છે. લોકોને લાગણીશીલ બનાવવા એ ખૂબ સરળ છે, પરંતુ સેંકડો લોકોને એકસાથે હસાવવા એ એક સંપૂર્ણપણે અલગ લાગણી છે. અમે વધુ શુદ્ધ કોમેડી મૂવીઝ બનાવવાનું ચાલુ રાખીશું, જે દરેક નોખી અનોખી તો હશે જ, અમારા માનવંતા દર્શકો જ્યારે જ્યારે એ જોશે ત્યારે એમને અત્યંત પસંદ આવશે સાથે જ હાસ્યનો ભરપૂર આનંદ કરાવશે.

ફિલ્મની વાર્તા પંડ્યા પરિવારની આસપાસ ફરે છે. પંડ્યા પરિવારની દુનિયામાં અંધાધૂંધી કાયમ છે અને હાસ્ય એ દરેક સમસ્યાનો ઉકેલ છે! નામ સૂચવે છે તેમ, 'બુશર્ટ ટી-શર્ટ' પિતા અને તેના પુત્ર વચ્ચેની બે વૈવિધ્યસભર વિચારધારાઓને દર્શાવે છે. ઘણી અણધારી પરિસ્થિતિઓ, ઘટનાઓ, ડ્રામા અને લાગણીઓ સાથે આ ફિલ્મ શરૂઆતથી અંત સુધી દરેક ક્ષણમાં ભરપૂર હાસ્યની ખાતરી આપે છે.

કોકોનટ મોશન પિક્ચર્સે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં બે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો 'ચાલ જીવી લઈએ' અને 'કહેવતલાલ પરિવાર' સાથે તેના દર્શકોના દિલ જીતી લીધા છે. ‘બુશર્ટ ટી-શર્ટ’ એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને તેના ગૌરવ તરફ આગળ વધવામાં મદદ કરવા માટેનું એક સાહસિક પગલું છે. ‘બુશર્ટ ટી-શર્ટ’ એ માત્ર એક ફિલ્મ નથી, તે એક ઉત્સવ છે. હાસ્યોત્સવ, તે એકતા, કુટુંબ અને આનંદના યાદોની ક્ષણોની ઉત્સાહભેર ઉજવાતી ઉજવણી છે જે જીવનભર સતત અવિરત ચાલશે! આ ઉજવણી 5મી મે 2023ના રોજ ફિલ્મની રિલીઝ સાથે તમારી નજીકના સિનેમાઘરોમાં તમારા માટે આવી રહી છે.

ફિલ્મ ક્રેડિટ્સ: બેનર: કોકોનટ મોશન પિક્ચર્સ, નિર્માતા: રશ્મીન મજીઠીયા, ડિરેક્ટરઃ ઈશાન રાંદેરિયા, કલાકારો: સિદ્ધાર્થ રાંદેરિયા, કમલેશ ઓઝા, વંદના પાઠક, રીવા રાચ્છ અને અન્ય, સંગીત: સચિન – જીગર

About The Author

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.