ફિલ્મોમાં હવે હીરો નહીં પણ વિલનને બાળકો વધુ પસંદ કરતા થયા છે, પેરેન્ટ્સ સાવચેત

PC: twitter.com

સામાન્ય રીતે જોવામાં આવે છે કે બાળકોને ફિલ્મોમાં હીરો કરતા વધારે વિલન પસંદ આવે છે. સાથે સાથે તેમને ફોલો કરવાના પ્રયાસ પણ કરે છે. યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં સામે આવ્યુ છે કે ફિલ્મોમાં વિલન કેટલા પણ સત્તાનાં ભુખ્યા અને ક્રૂર કેમ ન હોય બાળકોને તેમના પ્રત્યે હમેંશા સોફ્ટ કોર્નર હોય છે. ચારથી 12 વર્ષની વયના 434 અને 277 પુખ્તવયના લોકોને આવરી લઇને સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. તેમાં સામે આવ્યુ કે વિલન તેમને એટલા માટે પસંદ આવે છે કે વિલન જન્મજાત ખરાબ હોતા નથી. પરિસ્થિતિ તેમને ખરાબ અને ક્રુર બનવાની ફરજ પાડે છે. જેથી તેઓ પોતાના લોકો અને પાળતુ જાનવરો પ્રત્યે સોફ્ટ રહે છે. જેમ પાતાલ લોક સીરીઝમાં થોડા ત્યાગીના પાત્રમાં રહેલ શ્વાનને પસંદ કરે છે. જેથી દર્શકો તેની સાથે પોતાને જોડે છે.

વિલન પોતાના એક અલગ સામ્રાજ્યમાં રહે છે. તે એન્ટી સોશિયલ હોય છે. આના કારણે પણ લોકો તેને વધારે પસંદ કરે છે.એક અન્ય રિસર્ચમાં સામે આવ્યુ છે કે વિલનને પસંદ કરનાર લોકોમાં ત્રણ પ્રકારના મનોરોગ થાય છે. તેઓ પોતે પણ આગળ ચાલીને ખરાબ બની શકે છે. પ્રથમ, તેની પ્રબળ સંભાવના હોઇ શકે છે કે વિલનને પસંદ કરનાર લોકો આત્મમુગ્ધ હોય છે. કારણ કે વિલન પણ પોતાનાથી ઉપર કોઇને ગણતો નથી. બીજુ, આવા લોકો મેકિયાવેલિયનિસ્મ એટલે કે કાવતરાખોર અને અતિ મહત્વકાંક્ષી હોઇ શકે છે. તેઓ બીજાને ગેરમાર્ગે દોરીને આગળ વધવાની ઇચ્છા રાખે છે. ત્રીજું, તેમનામાં સેલ્ફ કન્ટ્રોલ હોતો નથી.

રિસર્ચમાં સામે આવ્યું છે કે, મહિલાઓની સરખામણીમાં પુરૂષો વિલનને વધારે પસંદ કરે છે. તેમાં પણ ખાસ કરીને યુવાનો વધારે પસંદ કરે છે. યુવાનો વિલનના જીવન, રહેણી કરણી અને શાનથી વધારે પ્રભાવિત હોય છે. સાથે વિલન જેવા બનવાના પ્રયાસ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp