'મોકો મળે તો અડધુ પાકિસ્તાન ભારતમાં આવવા તૈયાર થઇ જશે', જુઓ 'ગદર-2'નું ટ્રેલર

ફિલ્મઃ ગદર-2

ડિરેક્ટરઃ અનિલ શર્મા

પ્રોડ્યૂસરઃ અનિલ શર્મા પ્રોડક્શન, એમએમ મૂવિઝ

કાસ્ટઃ સની દેઓલ, અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા

રીલિઝ ડેટઃ 11 ઓગસ્ટ

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગદર 2 સિનેમાઘરોમાં આવવાની છે. તેની રીલિઝ પહેલા જ ફિલ્મ નિર્માતા સની દેઓલ અને અમીષા પટેલ માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ ગદર 2ને NOC આપી છે. તેને ફિલ્મની વાર્તા અને કોઈપણ સીન સામે કોઈ પ્રકારનો વાંધો નથી. ત્યાં સુધી કે, તેમણે ફિલ્મના જોરદાર વખાણ પણ કર્યા.

'ગદર 2: ધ કથા કન્ટિન્યુઝ'એ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'ની સિક્વલ છે. આ વખતે ફરી સની દેઓલ અને અમીષા પટેલ તારા અને સકીના તરીકે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. અનિલ શર્માની ફિલ્મને હવે ભારતીય સેના તરફથી પણ NOC (નો ઓબ્જેક્શન) મળી ગયું છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં આર્મી આધારિત કોઈપણ ફિલ્મ માટે તેની રીલિઝ પહેલા સંરક્ષણ મંત્રાલયની પૂર્વાવલોકન સમિતિ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે. ગદર 2ના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજ્યું હતું. અધિકારીઓ તરફથી તેમને મળેલી પ્રતિક્રિયા ખૂબ જ હૃદયસ્પર્શી હતી. રક્ષા મંત્રાલયની પ્રીવ્યુ કમિટીએ ગદર 2ને ન માત્ર મંજૂરી આપી પરંતુ ફિલ્મની પ્રશંસા પણ કરી.

'ગદર: એક પ્રેમ કથા' 2001ની ફિલ્મ છે જે 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન પર આધારિત છે. આ ફિલ્મ બુટા સિંહ પર આધારિત હોવાનું કહેવાય છે, જે બ્રિટિશ આર્મીમાં ભૂતપૂર્વ સૈનિક હતા. તે મુસ્લિમ છોકરી ઝૈનબ સાથેની તેની કરુણ પ્રેમકથા માટે જાણીતો હતો, જેને તેણે ભાગલા સમયે કોમી રમખાણો દરમિયાન બચાવી હતી. આ ફિલ્મમાં અમરીશ પુરી અને લિલેટ દુબે સાથે સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં હતા અને અનિલ શર્મા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

જેમ જેમ ગદર 2 ની રીલિઝ નજીક આવી રહી છે, તેમ તેમ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થવાની શરૂ થઈ ગઈ છે. આ ફિલ્મ ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત છે અને આ વખતે પણ સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં છે અને ઉત્કર્ષ શર્મા પણ મહત્વની ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp