'હું સુશાંતના આત્માનો અવાજ સાંભળી રહ્યો છું', મુકેશ ખન્નાએ કેસ ખોલવાની માગ કરી

PC: hindi.oneindia.com

સુશાંત સિંહ રાજપૂત સાથે શું થયું? 3 વર્ષ પછી પણ આ સવાલ માત્ર પરિવારના જ નહીં ચાહકોના મનમાં પણ છે. હાલમાં જ સુશાંતની બહેન શ્વેતાએ PM મોદીને આ કેસમાં મદદ માટે વિનંતી કરી હતી. હવે શક્તિમાન બનીને લોકોના દિલો પર રાજ કરનાર મુકેશ ખન્નાએ આ કેસની ફાઇલ ફરીથી ખોલવાની માંગ કરી છે. બોલિવૂડ પર આકરા પ્રહારો કરતાં તેણે કહ્યું કે, સુશાંતના ગુનેગારો આઝાદ ફરે છે અને તેનો આત્મા ભટકી રહ્યો છે.

મુકેશ ખન્ના પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક વીડિયો દ્વારા તેણે ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની અપીલ કરી છે. તેણે દાવો કર્યો હતો કે, તે આત્મહત્યા કરી શકે તેમ નથી અને તેના હત્યારાઓ ખુલે આમ ફરી રહ્યા છે.

તેણે યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે આ માંગણી કરી હતી. 10 મિનિટથી વધુના આ વીડિયોમાં તેણે કહ્યું, 'કેટલાક લોકો કહેશે કે જે વાત સમાપ્ત થઇ ગઈ છે તેને ફરીથી  હું જીવંત તો નથી કરી રહ્યો, હું સુશાંતની આત્માનો અવાજ સાંભળી રહ્યો છું. તેનો આત્મા હજુ પણ ન્યાયથી વંચિત છે. તેની સાથે જે કંઈ પણ થયું તે હજુ શંકાના ઘેરામાં છે. ક્યારેક કોઈએ કહ્યું કે, રિયા ચક્રવર્તી જવાબદાર છે તો રિયાએ કહ્યું કે હું જવાબદાર નથી. પછી રિયાને બચાવી લેવામાં આવી અને આજે તે આઝાદ થઇને બેઠી છે. લોકો કહે છે કે, રિયાએ કર્યું છે, પણ હું કહું છું કે રિયા એકલી નથી, તેની પાછળ એક, બે, ત્રણ, ચાર આખો મહોલ્લો છે. તેઓ બધા બચી ગયા છે.'

પોતાના વીડિયોમાં તેણે બોલિવૂડ પર પણ કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું કે, હું એક આત્મા માટે ન્યાય મેળવવા આવ્યો છું. કેટલાક કહેતા હતા કે આ કોઈ પ્રતિષ્ઠિત પરિવારનું કામ છે, કેટલાક કહેતા હતા કે, આ નેપોટિઝ્મનું ચક્કર ચાલ્યું છે. તેઓએ જ સુશાંતને આગળ આવવા દીધો ન હતો. કેટલાક લોકો છે, હું એનું નામ નહીં લઉં, પરંતુ તેઓ કહે છે કે, તેમને તેમની સાથે મુશ્કેલી હતી. તે ઈચ્છતો હતો કે તે તેઓની જી હજુરી કરે, પરંતુ સુશાંતે તેમ ન કર્યું.

તેણે શક્તિમાન વિશે પણ વાત કરી. મુકેશ ખન્નાએ કહ્યું કે, તેમણે કહ્યું, 'શું તમને યાદ છે 'શક્તિમાન'ના સમયમાં સમાચાર આવવા લાગ્યા કે, બાળકો ધાબા પરથી કૂદવા લાગ્યા હતા, કારણ કે, તેમને લાગતું હતું કે શક્તિમાન તેમને બચાવવા આવશે. મેં તે સમયે એક એવી એજન્સીને હાયર કરી હતી અને મને ખબર પડી કે, આવી કોઈ ઘટના બની જ નથી. તે સમયે એક લોબી હતી, જેની સામે હું બોલ્યો હતો. સુશાંત સાથે પણ આવું જ થયું.

તેણે વધુમાં કહ્યું કે, જો આવા સારા અભિનેતા સાથે અન્યાય થતો હોય તો દરેક અભિનેતાએ ઊભા થવું જોઈએ, પરંતુ અમારી ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઊભું થયું નહીં. કોઈ પણ ખુલ્લેઆમ બહાર ન આવ્યું, માત્ર હું જ આવ્યો. પાણી માથાથી ઉપર નીકળી ચૂક્યું છે, જેણે પણ ગુનો કર્યો છે તેને સજા થવી જોઈએ. આ કેસ ફરીથી ખોલવો જોઈએ. આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની ફરી પૂછપરછ થવી જોઈએ. જો આમ થશે તો લોકોને લાગશે કે આપણા દેશમાં કાયદો છે. એક ભટકતી આત્માને ન્યાય અપાવવાની મારી આ માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp