સુરતમાં બોલિવુડ એક્ટર શર્મન જોશીએ ગુજરાતી ફિલ્મ Congratulations વિશે વાત કરી

PC: Khabarchhe.com

બ્લીસ IVF હોસ્પિટલ ખાતે બોલીવૃડ એક્ટર શર્મન જોશીએ પોતાની ગુજરાતી ફિલ્મ Congratulations માટે પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને સુરત અને તેમની ફિલ્મ વિશે થોડીક હળવી વાતો કરી.

હાલ શર્મન જોશી પોતાની નવી ફિલ્મ 'કોંગ્રેચ્યુલેશન્સ'ના પ્રમોશનને લઈને ગુજરાતભરમાં પ્રમોશન માટે મુલાકાત લઈ રહ્યા છે. શર્મન હાલમાં જ સુરતની મુલાકાતે આવ્યા હતા ત્યારે સુરતની બ્લીસ IVF હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની ફિલ્મ વિશે વાતો કરી હતી. ફિલ્મમાં શર્મન જોશી ગર્ભધારીત પુરુષના અવતારમાં જોવા મળી રહ્યા છે અને તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આ તદ્દન કાલ્પનિક વાર્તા છે પરંતુ ભવિષ્યમાં આવું થાય તો શું?, ત્યારે તાજેતરમાં જ કેરલામાં એક પુરુષ ગર્ભ થયો છે. ત્યારે આ ફિલ્મના વિષયને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યારે આ ફિલ્મનાં દિગ્દર્શક અને લેખક રેહાન ચૌધરી પણ શર્મનની સાથે જોવા મળ્યાં હતાં. ત્યારે તેમણે ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું કે આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે અને તમે બધા સાથે બેસીને જોઈ શકશો એવી એક નવા વિષય પર બનાવેલી ફિલ્મ છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઓછા મેકર્સ કઈંક નવા વિષય પર ફિલ્મ બનાવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મમાં શર્મન જોશી અને માનસી પારેખ મુખ્ય પાત્રની ભૂમિકા જોવા મળી રહ્યા છે. અને આ ફિલ્મને રેહાન ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જ્યારે ફિલ્મનું મ્યુઝીક કેદાર-ભાર્ગવ દ્વારા આપવામાં આવ્યું છે.

શર્મનની મુલાકાત હોસ્પિટલના ડૉ. ભાવિન હિરપરા અને ડૉ. પંકજ ચકલાસીયા સાથે થઈ હતી. બ્લીસ આઈ.વી.એફ હોસ્પિટલ ખાતે થયેલી આ મુલાકાતમાં શર્મન જોશીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્વારા ફિલ્મોથી અને અંગત પ્રશ્ન પુછવામાં આવ્યા કે શું તમારાં ઘરમાં કોઈ પણ બાબતે ચર્ચા થાય તો વાર્તાલાપ ગુજરાતી ભાષામાં કરવામાં આવે છે? શર્મને વિસ્તારમાં ગુજરાતી ભાષામાં ઉત્તર આપતા જણાવ્યું હતું કે મારાં માતા-પિતા તથા મારી બહેન માનસી અમે ઘરમાં ગુજરાતી ભાષામાં જ વાર્તાલાપ કરીએ છીએ, પરંતુ મારી પત્ની પંજાબી હોવાથી તથા મુંબઈનાં કલ્ચર પ્રમાણે અન્ય ભાષાઓ પણ બોલાય છે પણ ઘરમાં અને દિલમાં ગુજરાતી ભાષાં હમેશાં માટે જીવંત રહી છે અને જીવંત રહેશે.

શર્મને જણાવ્યું કે મે જ્યારે અભિનય કરવાનું વિચાર્યું મારાં પિતાએ મને ગુજરાતી થિએટર જોઇન કરવાનું સૂચવ્યું હતું, એ કારણથી હું પહેલેથી જ ગુજરાતી સિનેમા સાથે જોડાયેલો છું અને હાલ હું જોઈ રહ્યો છું ગુજરાતી સિનેમા ખુબજ પ્રગતિ કરી રહ્યું છે અને આ એક મુખ્ય કારણથી હું અને રેહાન ગુજરાતી સિનેમામાં 'કોંગ્રેચ્યુલેશન્સ' જેવી કઈક નવી અને કઈક અલગ વિષય પર અમારી ફિલ્મ જર્નીની શરૂઆત કરી રહ્યા છીએ. હું એ પણ જાણું છું કે આ વિષય પર બનેલી ફિલ્મ તમને નવી અને રસપ્રદ લાગશે.

'કોંગ્રેચ્યુલેશન્સ' મારાં પ્રોડક્શનની પહેલી ફિલ્મ છે એટલે કઈક અલગ અને કઈક નવું કરવાની તક સાથે ફિલ્મ બનાવવામાં આવી છે સાથે 'કોંગ્રેચ્યુલેશન્સ'ના મધ્યમથી એક સામાજીક સંદેશ આપવાની કોશિશ કરી છે. મારી અને મારી ટીમ દ્વારા એવો પ્રયાસ રહેશે કે દર વર્ષે કઈ નવા વિષય પર અને નવી રીતની એક ફિલ્મ રજૂ કરીને ગુજરાતી સિનેમામાં અગત્યનો ફાળો આપીશું. ગુજરાતી સિનેમાને ગર્વ થાય એવી કોશિશ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp