જૂના ક્લાસિક ગીતોનું રિમિક્સ બનાવવા પર જાવેદ અખ્તરનો કટાક્ષ, બોલ્યા- એ તાજ મહલ..

PC: hindustantimes.com

જાણીતા લિરિસિસ્ટ અને સોંગ રાઇટર જાવેદ અખ્તર પોતાના ગીતોથી વધારે પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. જાવેદ અખ્તરના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમની લેખનીનો જાદુ યુવા પેઢી પર પણ જોવા મળે છે. અત્યારે હાલમાં જ ગીતકાર જાવેદ અખ્તરે જૂના ગીતોને રિમિક્સ બનાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે રિમિક્સની તુલના તાજમહલ સાથે કરી છે. ગીતકારનું કહેવું છે કે, જૂના ક્લાસિકનું રિમિક્સ માત્ર તેમને ફરીથી યાદ કરવા માટે થવું જોઇએ, ન કે વ્યાવસાયિક કારણોથી.

કેમ કે એ આગળ જઇને ખૂબ ચિંતાજનક બની જાય છે. આજે પણ એક વર્ગ છે, જે ક્લાસિક મ્યૂઝિકને ખૂબ પસંદ કરે છે. એવામાં જૂના ગીતો સાથે છેડછાડ કરવું, તેમાં રેપ મિક્સ કરવું સારું નથી. જાવેદ અખ્તરને એક વાતચીત દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, તેઓ બોલિવુડમાં રિમિક્સને કેવી રીતે જુએ છે, જેમની છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા લોકોએ નિંદા કરી છે. તેના પર જાવેદ અખ્તરે કહ્યું કે, ‘ભૂતકાળને નજરઅંદાજ કરવો સારો છે, પરંતુ તેની ખરાબ અસર પડે છે, જ્યારે તમે તેની સાથે છેડછાડ કરો છો.’

જાવેદ અખ્તરે કહ્યું કે, જૂના ગીતોને યાદ કરવા, જૂના ક્લાસિકને નવી ટ્રીટમેન્ટ મળવી જરાય ખોટું નથી, પરંતુ જૂના મ્યૂઝિકને વ્યાવસાયિક નજરિયાથી જોવું ખોટું છે. ઓછામાં ઓછી તેની ગરિમા તો બનાવી રાખો. જેમ તમે એક સુંદર બોલ અને સારી લિરિક્સવાળું સોંગ લો અને તેમાં ફાલતુ અંતરા જોડી દો તો તે ખૂબ જ અજીબ છે. એ બિલકુલ એવું છે જેમ અજંતામાં સાઇકેડેલિક લાઇટ કે તાજ મહલમાં ડિસ્કો થઇ રહ્યો હોય. આ બધા મહાન ગાયકોના ગીત છે, તમારે તેમનું સન્માન કરવું જોઇએ.

તેમણે આગળ કહ્યું કે, આ એક સાંસ્કૃતિક વારસો છે. તમે ઇચ્છો છો કે કોઇ બીજા તેને નવા ઓર્કેસ્ટ્રા અને વ્યવસ્થા સાથે ગવાડો તેમ કોઇ સમસ્યા નથી. જેમ તમે સહગલ સાહેબના ગીત લો અને અરિજિત પાસે ગવાડો, એ બરાબર છે, પરંતુ તમે એ ગીત લો છો અને વચ્ચે એક રેપ જોડો છો, એ બધુ સારું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp