'જવાન'નું ટ્રેલર રીલિઝ, 3 કલાકમાં 5 મિલિયનથી વધુ વ્યૂ, સાઉથના સ્ટાર્સ છવાયા

લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તે પળ શાહરૂખના ફેન્સ માટે આવી ગઈ છે અને 'જવાન'નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ટ્રેલર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે અને તેના ફેન્સનું કહેવું છે કે આ ફિલ્મ 'પઠાણ' ફિલ્મના પણ રેકોર્ડ્સ તોડી નાખશે. થિએટરો ઓછા પડશે, આ ફિલ્મને રીલિઝ કરવા માટે. પણ ટ્રેલર જોતા પણ એવું જ લાગે છે કે, શાહરૂખ ખાન આ વખતે કંઇક હટકે સ્ટોરી લઈને નવા અવતારમાં જોવા મળવાનો છે.

ફિલ્મના ટ્રેલરના 3 કલાકમાં 50 લાખથી વધુ વ્યૂ થઈ ગયા છે. ફિલ્મના તામિલ ટ્રેલરના 3 કલાકમાં 1 મિલિયનથી વધુ વ્યૂ થઈ ગયા છે. ફિલ્મના હિન્દી ટ્રેલરને 4.3 મિલિયન વ્યૂ મળ્યા છે, જ્યારે તેલુગુ વર્ઝનને 6.71 લાખ વ્યૂ મળ્યા છે.

ફિલ્મના ટ્રેલરમાં શાહરૂખ ખાન જબરદસ્ત એક્શન કરતો જોવા મળ્યો છે. આ ફિલ્મમાં સાઉથના સ્ટાર્સ પણ ધૂમ મચાવતા જોવા મળવાના છે, જેમાં વિજય સેતુપતિ અને નયનતારાનો સમાવેશ થાય છે. આ ફિલ્મને પ્રસિદ્ધ ડિરેક્ટર એટલીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મ 7 સપ્ટેમ્બરે દેશ ભરના સિનેમાઘરોમાં રીલિઝ થશે.

ટ્રેલર રીલિઝ પહેલા ફિલ્મે પોતાના નામે એક નવો રેકોર્ડ કરી લીધો છે. ‘જવાન’ એ પહેલી ભારતીય ફિલ્મ બનવા જઇ રહી છે, જેને દુનિયાના સૌથી મોટા સ્ક્રીન પર દેખાડવામાં આવશે. જર્મનીમાં એક શહેર છે, લિયોનબર્ગ નામનું. ત્યાં Traumplatast નામનું સિનેમાઘર છે. તેનો દાવો છે કે, તેમની IMAX સ્ક્રીન દુનિયાની સૌથી મોટી છે. લંબાઈમાં તે 72 ફૂટ છે અને પહોળાઈમાં લગભગ 125 ફૂટ છે. આ સામાન્ય સ્ક્રીનની તુલનામાં ખૂબ મોટી છે.

આ સિનેમાઘરના નિર્માણનું કામ વર્ષ 2020માં શરૂ થયું હતું. વર્ષ 2022માં જઈને પૂરું થયું. ફંક્શનલ થઈ ગયા બાદ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સવાળા સાથે સંપર્ક કરવામાં આવ્યો. તેમણે આ સિનેમાગૃહનું નામ દુનિયાના સૌથી મોટા પર્મનેન્ટ હોલમાં સામેલ કરી લીધું. હવે આ સિનેમાગૃહના સૌથી મોટા પડદા પર ‘જવાન’ પ્રદર્શિત કરવામાં આવશે. વિદેશમાં શાહરુખ ખાનની ખૂબ પોપ્યુલારિટી છે. આ ન્યૂઝનો ફાયદો ફિલ્મને જર્મનીમાં પણ મળશે અને ભારતમાં પણ માહોલ ગરમ જ હશે.

વિદેશોમાં ‘જવાન’ની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂકી છે. ટ્રેડ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ફિલ્મ જોરદાર ઓપનિંગ સાથે ખુલશે. ભારતમાં ટિકિટ બારી ક્યારે ખુલશે તેને લઈને મેકર્સે અત્યાર સુધી કઇ જણાવ્યું નથી. આશા છે કે સોમવાર એટલે કે 28 ઑગસ્ટના રોજ ભારતમાં એડવાન્સ બુકિંગવાળી બારી ખૂલી શકે છે. અત્યાર સુધી મેકર્સે પ્રિવ્યૂ અને સોંગ રીલિઝ કરવા માટે સોમવારનો જ દિવસ પસંદ કર્યો છે. એવામાં આગામી સોમવારે પણ કોઈ મોટા ન્યૂઝ આવી શકે છે.

ફિલ્મ માટે અનિરુદ્ધ રવિચંદરે મ્યૂઝિક આપ્યું છે. તેઓ ડિરેક્ટર એટલી સાથે અગાઉ પણ કામ કરી ચૂક્યા છે. જો કે, હિન્દી સિનેમામાં ‘જવાન’ તેમની પહેલી ફિલ્મ છે. શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ અભિનીત ‘જવાન’ 07 સપ્ટેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp