'તેજસ' ફિલ્મ જોઈને CM યોગી આદિત્યનાથની આંખોમાં તો આંસૂ આવી ગયેલાઃ કંગના'
કંગના રણૌતની વધુ એક ફિલ્મને બોક્સ ઓફિસ પર પછડાટ મળી છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી કંગનાની તેજસ ફિલ્મ થિએટરોમાં ઉંધા માથે પટકાઈ છે. ફિલ્મ 10 કરોડ સુધી પણ પહોંચી શકી નથી, ત્યારે આ જોઈને કંગના રણૌત બોખલાઈ ગઈ છે. તેણે તો આ ફિલ્મ ન જોનારાને એન્ટી નેશનલ સુધી કહી દીધું છે. કંગના રણૌત જે લોકો તેની ફિલ્મ જોવા નથી જઈ રહ્યા તેને આકરા શબ્દોમાં સંભળાવી રહી છે.
તેજસ ફિલ્મની લખનૌમાં સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી, જેમાં CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનિંગ બાદ કંગના રણૌતે કહ્યું હતું કે, મેં તો જોયું કે યોગીજીની આંખોમાં આંસૂ આવી ગયા હતા, તેઓ એટલા ભાવુક થઇ ગયા હતા ફિલ્મ જોઈને. આ ફિલ્મ પાછળ દુશ્મનો અને એન્ટી નેશનલ તત્ત્વ પડ્યા છે, તેને લઈને CM યોગી આદિત્યનાથે આશ્વાસન આપ્યું છે કે, તેઓ અમને સપોર્ટ કરશે અને જે રાષ્ટ્રવાદી અને નેશનાલિસ્ટ છે તેમને પ્રોત્સાહિત કરીશું કે તેઓ આ ફિલ્મ સાથે જોડાય. અમને ઘણું સારું લાગ્યું. જુઓ અમે તો એવું જ ઈચ્છીએ છીએ કે આ ફિલ્મ બાળકો માટે બની છે અને આને શાળાઓમાં દેખાડવામાં આવે અને લોકો પોતાની ફેમિલીને લઈને ફિલ્મ જોવા જાય.
પહેલા કંગનાએ કહ્યું હતું કે, તેજસની ટિકિટ એટલે નથી વેચાઈ રહી કારણ કે કોવિડ બાદ થિએટરમાં ફૂટફોલ ઓછું થયું છે,એન્ટી નેશનલ લોકો તેની ફિલ્મની પાછળ પડ્યા છે. પણ કંગનાની વાત પચે એવી નથી, કારણ કે ટુંકા ગાળામાં જ જવાન, ગદર, પઠાણ જેવી ફિલ્મોએ ડંકો વગાડી દીધો હતો.
ફિલ્મની રીલિઝ પછી કંગના ગુજરાતના પ્રસિદ્ધ મંદિર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે ભગવાનના દર્શન કર્યા અને દ્વારકાધીશ મંદિરમાં માથુ નમાવ્યું.
Kangana first claimed that Tejas tickets were not selling because there were less footfalls in theatres post Covid.
— PuNsTeR™ (@Pun_Starr) October 31, 2023
Now she's claiming that anti-nationals are after her film.
Fact: Shows of Tejas are being cancelled in many theatres across the country due to ZERO ticket sales. pic.twitter.com/3GXLKOPhgT
આ દરમિયાન કંગનાએ મીડિયા સાથે વાત કરી અને વાત વાતમાં ચૂંટણી લડવાના સંકેત પણ આપી દીધા. કંગનાને 2024ની લોકસભા ચૂંટણી લડવાને લઇ સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં કંગના રણૌતે કહ્યું કે, જો ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહી તો લોકસભા ચૂંટણી લડશે. અભિનેત્રીના આ નિવેદન પછી એવું માનવામાં આવી રહ્યું છે કે જો તેને તક મળશે તો તે ચૂંટણી લડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp