કિંજલ દવેએ પરીવાર સાથે લીધી ખજુરભાઈના ઘરની મુલાકાત, જુઓ બંનેની મસ્તી તસવીરોમાં..

PC: twitter.com

લોક સેવા અને પરોપકારી કાર્યો થકી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ નામના મેળવનાર, તેમજ ગરીબ નિરાધાર બે સહારા 200થી વધારે લોકોના મકાન બનાવી તેમને આર્થિક સહયોગ આપનારા કોમેડી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈની સમગ્ર ગુજરાતભરમાં ખુબ જ લોકપ્રિયતા છે, આજે તેમનું નામ એ લિસ્ટમાં આવે છે કે જેમના એક જ અવાજે લાખોની જનમેદની ઉમટી પડે છે.

ત્યારે હાલમાં જ ખજુર ભાઈના ઘરે ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે પહોંચી હતી. કિંજલ દવે ખજૂરભાઈના ઘરે તેમના પિતા લલિત દવે અને નાના ભાઈ સાથે પહોંચી હતી. જે મુલાકાતના ફોટાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન ખજુરભાઈ તેમજ કિંજલ દવે આનંદથી વાતો કરતા જોવા મળ્યા હતા. જે મુલાકાત વિશે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખજુરભાઈએ પોસ્ટ શેર કરી છે.

પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખજુરભાઈએ શેર કરેલી પોસ્ટના ફોટાઓમાં જોઈ શકાય છે કે, આ બંને કલાકારો એકબીજા સાથે ભેટીને ઉભા છે, અન્ય એક ફોટામાં કિંજલ દવે ખજુરભાઈના આર્શીવાદ લે છે.

અન્ય એક ફોટામાં ખજુરભાઈ પણ કિંજલ દવેના આશીર્વાદ લે છે આ રીતે મજાક મસ્તી કરતાં તેમના ફોટા હાલ ખજૂરભાઈએ પોસ્ટ કર્યા બાદ વાયરલ થઈ રહ્યા છે. આ સાથે જ અન્ય ફોટામાં ખજુર ભાઈ કિંજલ દવેના પિતા લલીત દવે સાથે જોવા મળે છે. જ્યારે બીજા એક ફોટામાં કિંજલ દવે તેમનો ભાઈ અને તરુણ જાની તમામ લોકો ગ્રુપ ફોટામાં ઉભા છે.

આ મુલાકાતના સુદંર ફોટાઓ શેર કરતા ખજુરભાઈએ કેપ્સનમા લખ્યું હતું કે, 'મારી બહેન કિંજલ દવે અને તેમનો પરીવાર મારા ઘરે આવ્યો' ત્યાર બાદ હાર્ટ ઈમોજી રાખી હતી.

પછી વધુમાં તેમણે એમ લખ્યું કે, 'હવે તે મારી સાળી બની ચુકી છે જે લખ્યા બાદ તેણે ફની ઈમોજી મૂકીને આ પોસ્ટ મિનાક્ષી દવેને ટેગ કરીને તરુણ જાની તેમજ લલીત દવેને ટેગ કર્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Nitin Jani(Khajur Bhai) (@nitinjani24)

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ખજુર ભાઈની થોડા સમય પહેલા જ મિનાક્ષી દવે સાથે સગાઈ થઈ છે. જેના ફોટા પણ ખજુર ભાઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

જો કે, હાલમાં ખજૂરભાઈ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે, મિનાક્ષી દવે અને કિંજલ દવે વચ્ચે પારીવારીક સંબંધો હોઈ શકે છે.

જો કે, હાલ તો આ બંને કલાકારોના ફોટા ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ખજુર ભાઈ તેમજ કિંજલ દવેના પરીવારની આ શુભેચ્છા મુલાકાતને પ્રેમ પણ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp