- Entertainment
- સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રીલિઝ, 8 મિનિટમાં 1 લાખથી વધુ વ્યૂ
સલમાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટ્રેલર રીલિઝ, 8 મિનિટમાં 1 લાખથી વધુ વ્યૂ
ફિલ્મઃ કીસી કા ભાઈ કીસી કી જાન
ડિરેક્ટરઃ ફરહાદ સમજી
પ્રોડ્યૂસરઃ સલમા ખાન
કાસ્ટઃ સલમાન ખાન, વેંકટેશ, પૂજા હેગડે, શેહનાઝ ગીલ
રીલિઝ ડેટઃ ઈદ 2023

સલમાન ખાને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રીલિઝ થયું છે. સલમાનના આ નવા લુકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. લાંબા વાળ, દાઢી અને ચશ્મા પહેરીને સલમાનનું ટશન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલર વીડિયોમાં સલમાનનું લુક એકદમ કાતિલ છે અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે.

સલમાન ખાનના લુક ટીઝરે ભાઈજાનના ફૅન્સનો દિવસ બનાવી દીધો હતો. ભાઈજાનની આ ફિલ્મની રીલિઝને હજી વાર છે. ત્યાં સુધી તેના ફૅન્સમાં એક્સાઇટમેન્ટ બનાવવા માટે થોડા દિવસ પહેલા ટીઝર વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં સલમાનની સ્વેગની સાથે એન્ટ્રી થતી જોવા મળી રહી છે. ત્યાર બાદ સલમાન બ્રાઉન શર્ટ અને ડેનિમ જિન્સમાં ફુલઓન ટશનથી વોક કરતો જોવા મળી રહ્યો છે. તેના લાબા વાળવાળું કિલર લૂક્સ તેના ફેન્સને દીવાના કરી રહ્યું છે.
સલમાનના લૂક્સની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. ટીઝર વીડિયોમાં સલમાનના લુકની સાથે બેકગ્રાઉન્ડ સ્કોર પણ પાવરફુલ છે. ફેન્સની સાથે સેલિબ્રિટીઝ પણ સલમાનના આ લૂકથી ઇમ્પ્રેસ છે. હંસિકા મોટવાણીએ ફાયરની ઇમોજી શર કરી હતી. સિદ્ધાર્થ નિગમે ભાઈ જાન લખ્યુ હતુ. સલમાનની પોસ્ટ પર ઘણાં લોકો બોસ, ફાયર અને હાર્ટની કમેન્ટ પોસ્ટ કરી રહ્યાં છે.

