સચિન તેંદુલકરના આઉટ થયા બાદ 15 દિવસ સુધી વાત નહોતા કરતા લતા મંગેશકર

PC: twitter.com

આજે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો જન્મદિવસ છે. સચિન આજે 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે તેમને લઈને એક કિસ્સો તમારી સાથે અમે શેર કરી રહ્યા છીએ. થોડા મહિના પહેલા એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં સ્વર કોકિલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે મંચ પર હરીશ ભીમાણી, સંજીવની ભેલાંડે અને લેખક યતીન્દ્ર મિશ્રા હાજર રહ્યા હતા. આ દરમિયાન યતીન્દ્ર મિશ્રાએ લતા મંગેશકર સાથે જોડાયેલી એક અનટોલ્ડ સ્ટોરી કહી. સ્વર કોકિલા વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે તે ક્યારે સૌથી વધુ દુખી થતા હતા.

લતા મંગેશકર સંગીત જગતની રાણી હતા, તેમને સંગીત પ્રત્યે કેટલો પ્રેમ હતો, તે સૌ કોઈ જાણે છે. પરંતુ સંગીત ઉપરાંત તેને ક્રિકેટ પણ ખૂબ પસંદ હતી. લતા મંગેશકરને યાદ કરતા યતીન્દ્ર મિશ્રાએ કહ્યું કે જ્યારે પણ લતાજી શૂટિંગ કરવા માગતા ન હતા ત્યારે તેમના સેક્રેટરી તેમને ફોન કરીને જણાવી દેતા હતા. તો જ્યારે ભારત મેચ હારી ગયું હોય તો તેમની સાથે વાત કરવી મુશ્કેલ બની જતી હતી.

યતીન્દ્ર મિશ્રા કહે છે કે 'જ્યારે ભારત મેચ હારતું ત્યારે તેઓ 15 દિવસ સુધી વાત કરતા ન હતા. ખાસ કરીને જ્યારે સચિન તેંડુલકર આઉટ થતા હતા ત્યારે તે બોલવાનું બંધ કરી દેતા હતા. ક્રિકેટમાં ભારતની હાર તેમનાથી સહન થઈ શકતી નહીં અને તે દુઃખી થઈ જતા. યતીન્દ્ર મિશ્રા કહે છે કે 'જ્યારે ભારત હારી ગયું હોય ત્યારે તેમની સાથે વાત કરવી ખૂબ મુશ્કેલ થઈ જતી હતી. એટલા માટે હું માનતો હતો કે જ્યાં સુધી તેમની સાથે વાત કરીએ છીએ ત્યાં સુધી સચીન આઉટ ન થવો જોઈએ.

આ દર્શાવે છે કે તેમને ક્રિકેટથી કેટલો પ્રેમ હતો. યતીન્દ્ર મિશ્રાએ એ પણ જણાવ્યું કે સંગીતની દુનિયામાં મોટું નામ હોવા છતાં તે નાના-મોટા લોકોને જી કહીને બોલાવતી હતી. લતા મંગેશકરની આ વાત તેમની મહાનતા દર્શાવે છે. તેથી જ દરેક વ્યક્તિ તેમનાથી જોડાયેલો હોવાનું અનુભવે છે.

યતીન્દ્ર મિશ્રા કહે છે કે લતા મંગેશકર ગુલામ અલી ખાનની જેમ ગાવા માગતા હતા. લતાજીને સાહિત્ય અને સંગીત શીખી ન શકવાનું દુઃખ હતું. લતા મંગેશકર વિશે વાત કરતા સંજીવની ભેલાંડેએ કહ્યું કે લતા મંગેશકર 4 મિનિટના ગીતમાં આખી વાર્તા કહેતા હતા. તેમના જેવું કોઈ નથી અને તેમના જેવું કોઈ હશે પણ નહીં.

કાર્યક્રમના અંતે હરીશ ભીમાણીએ કહ્યું કે હું લતા મંગેશકરજીને કહેવા માંગુ છું કે અમે બધા તમને ખૂબ જ યાદ કરીએ છીએ. જલ્દી આવજો. ફક્ત એક નાનો સંકેત આપજો. અમે સમજી જઈશું. આ રીતે લતા મંગેશકરને સાહિત્યના મંચ પર નાની-મોટી અને રસપ્રદ વાતોથી યાદ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp