કાશ્મીર ફાઇલ્સને નેશનલ ઍવોર્ડ,આલિયા-કૃતિ બેસ્ટ એક્ટ્રેસ, જુઓ વિજેતાનું આખુ લિસ્ટ
69માં નેશનલ ફિલ્મ એવોર્ડસની નવી દિલ્હીમાં આજે જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જેમને પુરસ્કાર મળ્યા છે તેમના નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં 28 ભાષાઓમાં 280 ફિલ્મો એવોર્ડ માટે દાખલ કરવામાં આવી હતી. ફીચર ફિલ્મમાં 31 કેટેગરી, નોન-ફીચરમાં 24 અને સિનેમા સ્ક્રિપ્ટ રાઈટિંગમાં 3 કેટેગરી રાખવામાં આવી હતી. આ વખતે બેસ્ટ એકટ્રેસ માટે એક નહીં, પરંતુ બે-બે અભિનેત્રીઓ મેદાન મારી ગઇ છે.
આલિયા ભટ્ટ અને કૃતિ સેનને તેમની કેરિયરનો પહેલો બેસ્ટ એકટ્રેસ તરીકેનો નેશનલ એવોર્ડ મેળવ્યો છે. રોકેટ્રીને બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. પુષ્પા ફેઇમ અલ્લુ અર્જૂન, વિક્કી કૌશનલ સહિતના અભિનેતાઓને એવોર્ડ મળ્યો છે. ફિલ્મ RRRને ત્રણ-ત્રણ એવોર્ડ્સ મળ્યા છે.
જાણો કોને કોને કઇ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે.
બેસ્ટ ફીચર ફિલ્મ- રોકેટ્રી ધ નંબી ઇફેક્ટ (આર માધવન)
બેસ્ટ હિંદી ફિલ્મ- સરદાર ઉધમ (વિક્કી કૌશલ)
બેસ્ટ એકટ્રેસ- આલિયા ભટ્ટ (ગગુંબાઇ કાઠિયાવાડી) અને કૃતિ સેનન (મિમી)
બેસ્ટ એકટર- અલ્લૂ અર્જૂન (પુષ્પા ફિલ્મ)
બેસ્ટ એડિટર- સંજય લીલા ભણશાળી (ગંગુબાઇ કાઠીયાવાડી)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર- પંકજ ત્રિપાઠી (મિમી)
બેસ્ટ સપોર્ટીંગ એકટ્રેસ-પલ્લવી જોશી (ધ કાશ્મીર ફાઇલ્સ)
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર- દેવી શ્રી પ્રસાદ (પુષ્પા)
બેસ્ટ એક્શન ડિરેક્શન- RRR
બેસ્ટ કોરિયોગ્રાફી- RRR
બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટસ- RRR
બેસ્ટ ગુજરાતી ફિલ્મ- છેલ્લો શો
બેસ્ટ મિશિંગ ફિલ્મ- બૂમ્બા રાઇડ
બેસ્ટ આસામી ફિલ્મ- અનુર
બેસ્ટ બંગાળી ફિલ્મ- કાલોખા
બેસ્ટ કન્નડ ફિલ્મ-777 ચાર્લી
બેસ્ટ મૈથિલી ફિલ્મ- સમાંતર
બેસ્ટ મરાઠી ફિલ્મ- એકદા કે જાલા
બેસ્ટ મલયાલમ ફિલ્મ- હોમ
બેસ્ટ નોન ફિચર ફિલ્મ- એક થા ગાંવ (ગઢવાલી અને હિંદી)
બેસ્ટ ડિરેક્ટર- બકુલ મટિયાની (સ્માઇલ પ્લીઝ)
બેસ્ટ ફિલ્મ ઓન ફેમિલી વેલ્યૂઝ- ચંદ સાંસે (હિંદી)
બેસ્ટ સિનેમેટોગ્રાફર- બિટ્ટુ રાવત (પત્તલ ટી)
બેસ્ટ ઇન્વેસ્ટિગેટીવ ફિલ્મ- લુકીંગ ફોર ચાલાન (અંગ્રેજી)
બેસ્ટ એજ્યૂકેશન ફિલ્મ- સિરપિગલિન સિપાંગલ(તમિલ)
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂ- મિથુ દી (અંગ્રેજી, વન ટૂ થ્રી (મરાઠી,હિંદી).
બેસ્ટ એનવાયરમેન્ટલ ફિલ્મ- મુન્નમ (મલયાલમ)
નરગીસ દત્ત એવોર્ડ- 2023
ધ કાશ્મીર ફાઇલ્સ (વિવેક અગ્નિહોત્રી)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp