હવે રશ્મિકા બમણી ઊંમરના હીરો સાથે કામ કરશે, ફિલ્મનું નામ-રિલીઝ ડેટ જાહેર

PC: navbharattimes.indiatimes.com

રશ્મિકા મંદાના સૌપ્રથમ અમિતાભ બચ્ચન સાથે ગુડબાયમાં જોવા મળી હતી, ત્યારપછી તે મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. જો કે આ ફિલ્મોમાં તે લોકોને વધારે પ્રભાવિત કરી શકી નથી. પરંતુ આ પછી તેણે રણબીર કપૂરની એનિમલમાં પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા અને હવે તે સલમાન ખાન સાથે ધૂમ મચાવશે.

રશ્મિકા મંદાના સાઉથ સિનેમામાં પોતાનું એક્ટિંગ કૌશલ્ય બતાવી ચુકી છે અને હવે તે બેક ટુ બેક બોલિવૂડ ફિલ્મો સાઈન કરી રહી છે. રશ્મિકા મંદાના છેલ્લે રણબીર કપૂર સ્ટારર એનિમલમાં જોવા મળી હતી, જે એક બ્લોકબસ્ટર ફિલ્મ હતી. પરંતુ હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે, તે સલમાન ખાન સાથે પણ એક ફિલ્મ કરવા જઈ રહી છે. હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે રશ્મિકા મંદાના સલમાન ખાન સાથે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'સિકંદર'માં જોવા મળશે, જેનું નિર્દેશન AR મુરુગાદોસ કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ 2025ની ઈદ પર રિલીઝ થવાની છે.

ફરી એકવાર રશ્મિકા મંદાના 'સિકંદર'માં બોલિવૂડના દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. તેનું અનોખું કામણ અને અજોડ પ્રતિભાએ પહેલાથી જ દેશભરમાં લોકોના દિલ જીતી લીધા છે, જે તેને નડિયાદવાલાના નવા પ્રોજેક્ટ માટે પરફેક્ટ બનાવે છે. સલમાન અને રશ્મિકાની અનોખી જોડી 2025ની ઈદ પર ચાહકોને શું બતાવવા જઈ રહી છે તે અંગે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં જ પ્રોડક્શન હાઉસે તેના સોશિયલ હેન્ડલ પર આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી છે.

'સિકંદર' સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની જોડીને ફરી સાથે લાવે છે, જેમણે આ અગાઉ કિક, જુડવા અને મુઝસે શાદી કરોગી જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વધુમાં, AR મુરુગાદોસ, જેઓ ગજની અને હોલીડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી જેવી ક્લાસિક ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે, આ પ્રોજેક્ટમાં તેમનો જાદુઈ સ્પર્શ ઉમેરી રહ્યા છે, જે એક ક્યારેય નહીં ભૂલાનારી ફિલ્મના અનુભવની ખાતરી આપે છે.

'સિકંદર' શીર્ષકએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે, તે દર્શકોના મનમાં રોમાંચ અને ઉત્સુકતા જગાડે છે, જેના કારણે દર્શકો જાદુ જોવા માટે ઉત્સાહિત થઈ જાય છે. એક અસાધારણ સિનેમેટિક સાહસ માટે તૈયાર રહો જે આ ફિલ્મમાં સલમાન સાથે પહેલાં ક્યારેય નહોતું જોયું, કારણ કે ઈદ 2025 હજી પણ વધુ ધમાકેદાર બનવાની તૈયારી કરી રહી છે!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp