ભગવાન રામનો રોલ કર્યા પછી પ્રભાસ હવે વિષ્ણુ ભગવાનના રોલમાં જોવા મળશે

PC: indiatvnews.com

હજુ થોડા સમય પહેલાં જ પ્રભાસ અભીનિત આદિપુરુષ રીલિઝ થઇ હતી અને અનેક વિવાદોમાં સપડાઇ હતી, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે ભગવાન રામનો રોલ કર્યા પછી પ્રભાસ તેની પોતાની આગામી ફિલ્મમાં ભગવાન વિષ્ણુનો રોલ કરવાનો છે. પ્રભાસ નાગ અશ્વીનના ડિરેક્ટશનમાં બની રહેલી ફિલ્મ ‘Project K’માં ભગવાન વિષ્ણુનો રોલ કરશે.

કેટલાંક મીડિયા રિપોર્ટસમાં આ ફિલ્મની બેઝીક સ્ટોરી વિશે જાણકારી સામે આવી રહી છે. Project Kનેઆજના યુગમાં બનતી સાયન્સ-ફિક્શન ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી રહી છે. પરંતુ આ ફિલ્મમાં પૌરાણિક એંગલ પણ રહેવાનો છે.

પ્રભાસનું આખું નામSuryanarayana Prabhas Raju Uppalapati Venkata છે, પરંતુ બધા તેને પ્રભાસના નામથી જ ઓળખે છે. એક મીડિયા વેબસાઇટના રિપોર્ટ મુજબ Project Kમાં પ્રભાસ ભગવાન વિષ્ણુની ભૂમિકા ભજવશે. જેવી રીતે ભગવાન વિષ્ણુ દરેક યુગમાં પાપીઓનો નાશ કરવા માટે જન્મ લેતા હતા. જે યુગમાં Project K બની રહી છે તેમાં પ્રભાસ વિષ્ણુના અવતારનો રોલ કરશે. આ ફિલ્મમાં પ્રભાસ એક હાઇટેક હીરો હશે, જે આધુનિક હથિયારો સાથે સજ્જ થઇને વિલનનો મુકાબલો કરશે. આ ફિલ્મમાં વિલનનો રોલ કમલ હસન કરી રહ્યા છે.

મુળભૂત રીતે ‘Project K’ સ્ટોરી  આમ તો અનિષ્ટ પર ભલાઇની જીત વાળી લાઇન પર જ છે.પરંતુ તેમાં અનેક ટ્વીસ્ટ પણ જોવા મળષે. સાયન્સ ફિક્શનના રસ્તે થઇને આ ફિલ્મ પૌરાણિક કથા અને ફેન્ટસીને પણ ર્સ્પશ કરશે. આ ફિલ્મને એકદમ મોટા લેવલ પર બનાવવામાં આવી રહી છે અને જાણવા મળેલી માહિતી મુજબ ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા છે.

વાર્તા, બજેટ, બધું બરાબર છે. આ સમગ્ર મામલો ફિલ્મ ડિરેકટર તેની સાથે કેવી રીતે વર્તે છે તેના પર આવીને અટકે છે.. લગભગ આ બધા ગુણો 'આદિપુરુષ'માં પણ હતા. પરંતુ તેને સારી ફિલ્મ માનવામાં આવી ન હતી. કારણ કે દિગર્દશન સ્તરે અનેક ખામીઓ હતી. લેખન સુપરફિસિયલ હતું. જો નાગ અશ્વિન આ વિષયને યોગ્ય રીતે સંભાળે તો 'Project K’માં ઘણો અવકાશ છે. નાગ અશ્વિન અગાઉ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'મહાનતી' બનાવી ચૂક્યા છે.

‘Project K’માં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને કમલ હસન જેવા ધૂંરધર કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024માં રીલિઝ થવાનું અત્યારે શિડ્યુલ છે. પરંતુ એ ફિલ્મના આગલા દિવસે મહેશ બાબુની ગુંતુર પણ રીલિઝ થવાની છે, એટલે તારીખમાં ફેરફાર શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp