'પુષ્પા 2'ની 1800 કરોડની કમાણી, 50 IT ટીમના દરોડા, ઘર-ઓફિસના કાગળો તપાસ્યા

PC: twitter.com

'પુષ્પા 2' 'ધ રૂલ' હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને 7 અઠવાડિયા થઈ ગયા છે. 'પુષ્પા 2' પછી ઘણી મોટા બજેટ અને સુપરસ્ટાર ફિલ્મો રિલીઝ થઈ છે. તેની અસર હવે પુષ્પા 2ના કલેક્શન પર પણ જોવા મળી રહી છે. આ ફિલ્મે 1800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અલ્લુ અર્જુન અને તેના નિર્માતાઓ ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા છે. આ દરમિયાન, આવકવેરા વિભાગે ફિલ્મના નિર્માતાઓના ઘરો અને ઓફિસો પર દરોડા પાડ્યા છે. દક્ષિણના સૌથી મોટા પોડ્યુસરમાં ગણાતા દિલ રાજુ, નવીન યરનેની અને Y રવિ શંકરના ઘરો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે.

મંગળવારે IT વિભાગે હૈદરાબાદમાં 'પુષ્પા 2'ના નિર્માતાઓ નવીન યરનેની, Y રવિશંકર અને મૈત્રી મૂવી મેકર્સની ઓફિસો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ITએ હૈદરાબાદમાં ટોલીવુડ નિર્માતા અને તેલંગાણા ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (TFFDC)ના ચેરમેન દિલ રાજુની મિલકતો પર પણ દરોડા પાડ્યા છે.

આઇટી અધિકારીઓ 'પુષ્પા 2: ધ રૂલ'ના નિર્માતા નવીન યરનેનીના ઘરની સાથે પ્રોડક્શન હાઉસ મૈત્રી મૂવીઝના કાર્યાલયોની પણ તપાસ કરી રહ્યા છે. દરોડાની કાર્યવાહી માટે, 50થી વધુ IT ટીમો સંબંધિત સ્થળોએ તપાસ કરી રહી છે, જેમાં દિલ રાજુનું ઘર અને મૈત્રી મૂવીઝની ઓફિસ અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. જોકે, આવકવેરા વિભાગના દરોડા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

અહીં તમને જણાવી દઈએ કે, હૈદરાબાદમાં થિયેટર ભાગદોડ વિવાદ અંગે, ટોલીવુડના પ્રતિનિધિઓએ તેલંગાણાના CM A. રેવંત રેડ્ડીને મળ્યા હતા. તેલંગાણા રાજ્ય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન અને જાણીતા ફિલ્મ નિર્માતા દિલ રાજુના નેતૃત્વમાં પ્રતિનિધિઓ બંજારા હિલ્સ સ્થિત પોલીસ કમાન્ડ અને કંટ્રોલ રૂમમાં CMને મળ્યા હતા.

CMને મળનારાઓમાં અલ્લુ અર્જુનના પિતા અને નિર્માતા અલ્લુ અરવિંદ, અભિનેતા નાગાર્જુન, વેંકટેશ, પીઢ અભિનેતા મુરલી મોહન અને અન્ય ઘણી હસ્તીઓનો સમાવેશ થતો હતો. પુષ્પા 2ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે 7મા સોમવારે 60 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે, પુષ્પાએ ભારતમાં કુલ 1228.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ પર 1831 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp