'સેમ બહાદુર'નું ટ્રેલર રીલિઝ, વિકી કૌશલની એક્ટિંગ જોઈ તમે બોલશો વાહ, 51 લાખ વ્યૂ

ફિલ્મઃ સેમ બહાદુર

ડિરેક્ટરઃ મેઘના ગુલઝાર

પ્રોડ્યૂસરઃ રોની સ્ક્રૂવાલા

કાસ્ટઃ વિકી કૌશલ

રીલિઝ ડેટઃ 1 ડિસેમ્બર, 2023

ઉરી ફિલ્મથી ધૂમ મચાવી દેનારો વિકી કૌશલ ફરીએકવાર ધમાકેદાર રોલમાં જોવા મળવાનો છે.  મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં સેમ બહાદુરનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે અને તેમાં વિકી કૌશલનની અદભુત એક્ટિંગ જોવા મળી છે. દર્શકો પણ ટ્રેલર જોઈને વિકી કૌશલની આ બેસ્ટ એક્ટિંગ છે એવું કહી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરને ગણતરીના કલાકોમાં 50 લાખથી વઘુ વ્યૂ મળી ગયા છે. આ ફિલ્મમાં તે ફીલ્ડ માર્શલ સેમ માણેકશાના રોલમાં જોવા મળવાનો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

વર્ષ 2018મા ફિલ્મ 'રાઝી'થી કમાલ કરનારી મેઘના અને વિકીની જોડી ફરીએકવાર સાથે કામ કરવા તૈયાર છે. મેઘનાએ એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ફિલ્મ 'રાઝી'ના શૂટિંગ સમયે જ તેમણે સેમ માણેકશાની સ્ટોરીને લઇને વિકી કૌશલ સાથે વાત કરી હતી. અમે પહેલા ડ્રાફ્ટની એડિટિંગ પૂરી કરીને કોઇ એક્ટર સાથે વાત કરવા માગતા હતા. એક દિવસ મેં બસ વિકીને એમ જ ફોન કર્યો અને તે નજીકમાં જ હતા, તો તેમને મેં કોલ્ડ કોફી માટે બોલાવ્યા.

મેઘનાએ જણાવ્યું હતું કે, અમે બંનેએ ફીલ્ડ માર્શલ સેમ માણેકશા વિશે વાત કરી. વિકી તે સમયે US જવાનો હતો એટલે તેણે કહ્યું હતું કે, તે સ્ક્રિપ્ટ નથી વાંચવા માગતો અને તે આ ફિલ્મને કરશે. પરંતુ મેં તેને કહ્યું  કે તેને આ સ્ક્રિપ્ટ વાંચવી જોઇએ અને ત્યાર બાદ તે મને કોલ કરીને જણાવે.

વિકીએ જણાવ્યું હતું કે, હું પોતે સેમ માણેકશાની ઉપલબ્ધિઓને નહોતો જોઇ શક્યો, પરંતુ મારા માતા-પિતાએ મને જણાવ્યું કે, તે કેવા નિડર દેશભક્ત હતા. મેં પહેલીવાર તેમના વિશે ત્યારે વાચ્યું હતું, જ્યારે હું 1971ની ઇન્ડો-પાક વોર વિશે વાંચી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp