શાહરુખનું અમેરિકામાં શૂટિંગના સેટ પર એક્સિડન્ટ થતા નાક પર ઈજા, સર્જરી થઈ

PC: twitter.com/iamsrk

બોલિવુડના કિંગ ખાન શાહરૂખના ચાહકો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. સુપરસ્ટાર શાહરૂખ ખાન અમેરિકામાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો અને તેનો અકસ્માત થયો. શાહરૂખના નાકમાં ઈજા થઈ છે. તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. જો કે, હવે શાહરૂખ ભારત પાછો ફર્યો છે અને તેના ઘરે આરામ કરી રહ્યો છે.

બોલિવુડના રોમાન્સ કીંગ તરીકે જાણીતા શાહરૂખ ખાન એક ફિલ્મનું અમેરિકા શૂટીંગ કરી રહ્યો હતો ત્યારે સેટ પર એક સીન કરતી વખતે તેને અકસ્માત નડ્યો હતો અને સેટ પરના સ્ટાફે શાહરૂખને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો. શાહરુખને નાક પર ઇજા થવાને કારણે સામાન્ય સર્જરી કરવી પડી હતી.

અમેરિકામાં શૂંટીગ દરમિયાન શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી, જેનાથી લોહી નીકળવા લાગ્યું હતું. લોહીની વહેતું રોકવા માટે ડૉક્ટરોએ સર્જરી કરવી પડી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, આ ઘટના બની ત્યારે શાહરૂખ એક પ્રોજેક્ટના શૂટિંગ માટે લોસ એન્જલસમાં હતો. અહેવાલો અનુસાર, અભિનેતાની સર્જરી કરવામાં આવી હતી અને હવે તેના નાક પર પટ્ટી બાંધવામાં આવી છે. ડોક્ટરોએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તે નાની ઈજા છે.

શાહરૂખ હવે ભારત પાછો આવી ગયો છે અને પોતાના ઘરે મન્નતમાં આરામ કરી રહ્યો છે. શાહરૂખ ખાન ઘણા મહિનાથી શૂટિંગ માટે વિદેશથી ભારત આવન જાવન કરી રહ્યો છે. હાલમાં શાહરૂખ ખાન ઘણા પ્રોજેક્ટ પર એકસાથે કામ કરી રહ્યો છે. શાહરૂખ હાલમાં પોતાની આગામી ફિલ્મ જવાનની રીલિઝ માટે તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ ડિરેક્ટર એટલી સાથે તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર મનાતી નયનતારા પણ તેની સાથે છે. જવાનના ટ્રેલરને ટોમ ક્રૂઝની મિશન ઇમ્પોસિબલઃ ડેડ રેકનિંગ સાથે થિએટરમાં રીલિઝ કરવામાં આવશે, જે 12 જુલાઈએ રીલિઝ થવાની છે. શાહરૂખ પાસે હાલમાં રાજકુમાર હિરાનીની ડંકી ફિલ્મ પણ છે. આ ઉપરાંત તે સલમાન ખાન સાથે એક્શન ફિલ્મ ટાઇગર વર્સિસ પઠાણમાં નજરે ચઢશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp