‘હવે તેઓ કદાચ મારી સાથે..’, દીકરા અને દીકરી અંગે શાહરૂખે કહી મોટી વાત

PC: thequint.com

શાહરુખ ખાન હાલના દિવસમાં પોતાની ફિલ્મ ‘ડંકી’ની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. આ વર્ષની ત્રીજી સુપરહિટ ફિલ્મ આપ્યા બાદ હવે શાહરુખ ખાને પોતાના બાળકોના કરિયર પર ચર્યા કરી. તેણે જણાવ્યું કે સુહાના ખાન અને આર્યન ખાને પોતે આ શૉ બિઝનેસમાં આવવાનો નિર્ણય લીધો છે. શાહરુખ ખાને પોતાના બાળકોને ફિલ્મી જગતમાં પગ રાખવા માટે શુભમકામનાઓ આપી.

એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરવા દરમિયાન શાહરુખ ખાને પોતાના બંને બાળકોના ફિલ્મી કરિયર બાબતે ચર્ચા કરતા કહ્યું કે, ‘ન મેં અને ન તો ક્યારેય ગૌરીએ આર્યન કે સુહાનાને આ પ્રોફેશનલમાં આવવા કહ્યું છે. આ તેમનો પોતાનો નિર્ણય હતો? શાહરુખ ખાને આગળ એમ પણ કહ્યું કે, 'ઘણી વખત એમ થયું છે કે એક્ટર તરીકે મેં જ્યારે કોઈ નિર્ણય લીધો છે, મારો પરિવાર હંમેશાં સાથે ઊભી રહી છે. ભલે મારા પરિવારજનોને મારી પરિસ્થતિ સમજ ન આવી હોય, પરંતુ મને તેમનો સપોર્ટ મળ્યો છે.’

શહરૂખ ખાન કહે છે કે, ‘મને એ વાતની ખુશી છે કે હવે મારા બાળકો આ શૉ બિઝનેસનો હિસ્સો થવા જઈ રહ્યા છે. હવે તેઓ મારી ભાવનાઓને સારી રીતે સમજશે અને મારી સાથે હવે વધુ કોમળતાથી રજૂ થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુહાના ખાને ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચિસ’થી એક્ટિંગની દુનિયામાં પગ રાખ્યો. ફિલ્મને દર્શકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યા. સુહાના ખાનની એક્ટિંગના ખૂબ વખાણ થયા. તો શાહરૂખનો મોટો પુત્ર આર્યન ખાન પર બોલિવુડમાં પોતાનું નસીબ અજમાવવા તૈયાર છે.

જો હાલમાં સિનેમાઘરોમાં રીલિઝ થયેલી શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ની વાત કરીએ તો તેનું ડિરેક્શન રાજકુમાર હીરાનીએ કર્યું છે. જો કે, આ ફિલ્મ ગત ફિલ્મોની તુલનામાં પાછળ રહી ગઈ છે, પરંતુ તેણે ખૂબ જ સરળતાથી 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. ડંકીના માર્ગમાં રોડો બનીને આવી છે સાઉથ સિનેમાના સ્ટાર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’, જે હાલના દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. શાહરૂખની ફિલ્મ ડંકી’ની કમાણી છઠ્ઠા દિવસે અડધાથી પણ ઓછી થઈ ગઈ. Sacnilkના રિપોર્ટ મુજબ ડંકીએ સોમવારે 24.32 કરોડ રૂપિયાની કમાણી કરી. તો મંગળવારે ફિલ્મે માત્ર 10.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે કુલ મળીને ભારતીય બોક્સ ઓફિસ પર 140.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp