દંગલ ગર્લ સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે થયું નિધન, દવાની સાઈડ ઈફેક્ટથી...

PC: english.jagran.com

મનોરંજન જગતથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ સુહાની ભટનાગરનું નિધન થઈ ગયું છે. માત્ર 19 વર્ષની વયે સુહાનીએ આ દુનિયાને હંમેશાં માટે અલવિદા કહી દીધી છે. સુહાની ભટનાગરના નિધનના સમાચારથી તેના ફેન્સમાં દુઃખનો માહોલ છે. લોકો દંગલ ગર્લની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તેના નિધનના સમચારે ફેન્સને હલાવીને રાખી દીધા છે. ફરીદાબાદની રહેવાસી સુહાની ભટનાગરના નિધનનું કારણ આખા શરીરમાં પાણી ભરાવાનું બતાવવામાં આવી રહ્યું છે.

થોડા દિવસ અગાઉ સુહાનીને અકસ્માત નડ્યો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. સારવારમાં જે દવાઓ સુહાનીએ લીધી, તેનો તેના પર એવો સાઇડ ઇફેક્ટ પડ્યો કે ધીરે ધીરે તેના શરીરમાં પાણી ભરાઈ ગયું. તે ઘણા દિવસોથી દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં હતી. ફિલ્મ 'દંગલ' કર્યા બાદ સુહાની ભટનાગર પાસે આમ તો ફિલ્મોની લાઇન લાગી જતી, પરંતુ એક્ટ્રેસે કામથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો. સુહાની પહેલા અભ્યાસ પર ધ્યાન આપવા માગતી હતી.

ઘણા ઇન્ટરવ્યૂમાં સુહાની કહી ચૂકી હતી કે, અભ્યાસ બાદ તે ફરીથી સિનેમામાં વાપસી કરશે. સુહાની ભટનાગર 25 નવેમ્બર 2021 બાદ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક્ટિવ થઈ નથી. ઇન્સ્ટા પર તેના 20.9 હજાર ફોલોઅર્સ છે. જો કે, અગાઉ તે મોટા ભાગે પોતાની તસવીરો શેર કરતી રહેતી હતી. સુહાનીનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન રહી ગયા હતા. સુહાનીનો લુક ખૂબ બદલાઈ ગયો હતો. તે પહેલાથી વધું ગ્લેમર થઈ ગઈ હતી.

હાલમાં સુહાની ભલે આ દુનિયામાં નથી, પરંતુ દંગલમાં તેના રોલને હંમેશાં યાદ કરવામાં આવશે. સુહાની ભટનાગરે વર્ષ 2016માં દંગલના માધ્યમથી બોલિવુડમાં પગ રાખ્યો હતો. તેમાં આમીર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. દર્શકોએ ગીતા અને બાબિતાના રોલને નિભાવનરી બંને ચાઇલ્ડ આર્ટિસ્ટના અભિનયના ખૂબ વખાણ કર્યા હતા અને તેમની ક્યૂટનેસ પર ફીદા થઈ ગયા હતા. ફિલ્મમાં અમીર, સાક્ષી તંવર અને જાયરા વસીમ સાથે કામ કર્યા બાદ સુહાનીએ કેટલીક ટી.વી. જાહેરાતોમાં પણ એક્ટિંગ કરી હતી. ત્યારબાદ તેણે અભ્યાસ પર ધ્યાન આપવા માટે એક્ટિંગથી બ્રેક લઈ લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp