છઠ્ઠીના પ્રસંગમાં સ્વરાએ દીકરીનું નામ રાખ્યું રાબિયા રમા અહમદ
હાલમાં જ બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર એક દીકરીની માતા બની છે. 23 સપ્ટેમ્બરે સ્વરાએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તેણે દીકરીના નામની જાહેરાત કરી છે. સ્વરા ભાસ્કરે પોતાની દીકરીનું નામ રાબિયા રમા અહમદ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્વરાએ ફહાદ અહમદ સાથે થોડા સમય પહેલા જ લગ્ન કર્યા હતા. દીકરીની છઠ્ઠીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બંનેના પરિવારજનો હાજર રહ્યા હતા અને તેમણે દીકરીનું નામ રાબિયા રમા અહમદ રાખવાનો નિર્ણય કર્યો હતો. 25 તારીખે સ્વરાએ જણાવ્યું હતું કે, તે માતા બની છે. તમને જણાવી દઈએ કે સ્વરાના પતિ ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીના નેતા છે. એક રેલીમાં આ બંને મળ્યા હતા અને 2023મા બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.
બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં જ માતા બની છે. એક્ટ્રેસે 23 સપ્ટેમ્બરના રોજ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી એક્ટ્રેસે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. એક્ટ્રેસે પોતાના પતિ અને દીકરી સાથે કેટલીક તસવીરો શેર કરીને ફેન્સને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. હવે આ તસવીરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સ્વરા ભાસ્કરે પોતાની બેબી ગર્લની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે.
તસવીરોમાં એક્ટ્રેસ પોતાની દીકરીને ખોળામાં લઈને નજરે પડી રહી છે અને તેનો પતિ ફહાદ અહમદ તેની પાસે ઊભા રહીને કેમેરા માટે પોઝ આપી રહ્યો છે. સ્વરા ભાસ્કર જ્યાં તસવીરોમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં નજરે પડી રહી છે તો તેણે પોતાની દીકરીને પિન્ક કલરના કપડાંમાં લપેટી રાખી છે. તો બીજી તસવીર હૉસ્પિટલની છે. જ્યાં એક્ટ્રેસે દીકરીનો જન્મ આપ્યો હતો. વધુ એક તસવીરમાં ફહાદ અહમદ પોતાની નાની દીકરીને ખોળામાં લઈને નજરે પડી રહ્યો છે.
આ તસવીરોને ફેન્સ સાથે શેર કરતા સ્વરા ભાસ્કરે લખ્યું, ‘એક પ્રાર્થના સાંભળવામાં આવી, એક આશીર્વાદ આપવામાં આવ્યા, એક ગીત ફૂસફૂસવાવા આવ્યું. અમારી દીકરી રાબિયાનો જન્મ 23 સપ્ટેમ્બર 2023ના રોજ થયો. આભારી અને પ્રસન્ન મને તમારા પ્રેમ માટે આભાર. આ એક એકદમ નવી દુનિયા છે. એક્ટ્રેસની આ પોસ્ટ પર હવે તેના ફેન્સ તેને નાનકડી દીકરીના જન્મની શુભેચ્છા પાઠવી રહ્યા છે. સ્વરા ભાસ્કરની પોસ્ટ પર બોલિવુડ સેલિબ્રિટિઝ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે. નીના ગુપ્તાએ લખ્યું ‘શુભેચ્છા. જિશાન અય્યુબ લખે છે કે ખૂબ ખૂબ ખૂબ વધારે મુબારક.
ફિલ્મ મેકર ગુનિત મોંગાએ કેમેન્ટ કરી કે તમને બંનેને ખૂબ શુભેચ્છા. એ સિવાય તિલોતમા શોમ, ટિસ્કા ચોપડા, ફરાહ ખાન અલીએ પણ શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કરે આ વર્ષે માર્ચમાં ફહાદ અહમદ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા કોર્ટ મેરેજ અને પછી પૂરા રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જેની તસવીરો ઘણા દિવસ સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ લગ્ન માટે એક્ટ્રેસ ખૂબ દિવસ સુધી ટ્રોલ પણ થઈ હતી. ત્યારબાદ સ્વરા અને ફહાદે જૂન 2023માં પ્રેગ્નેન્સીની જાણકારી આપી હતી. થોડા દિવસ અગાઉ જ ફહદે પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે મળીને સરપ્રાઈઝ બેબી શાવર આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp