સુહાનાની ડેબ્યૂ ફિલ્મ 'ધ આર્ચીઝ'નુ ટ્રેલર રીલિઝ, અગસ્ત્ય અને ખુશી કપૂર પણ દેખાશે
ફિલ્મઃ ધ આર્ચીઝ
ડિરેક્ટરઃ ઝોયા અખ્તર
પ્રોડ્યૂસરઃ જોન ગોલ્ડવોટર, શરણ દેવરાજન, રીમા કાગતી, ઝોયા અખ્તર
કાસ્ટઃ અગસ્ત્ય નંદા, અદિતિ ડોટ, ખુશી કપૂર, મિહિર આહુજા, સુહાના ખાન, વેદાંગ રૈના, યુવરાજ મેન્ડા
રીલિઝ ડેટઃ 7 ડિસેમ્બર, 2023
રીલિઝ પ્લેટફોર્મઃ નેટફ્લિક્સ
શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્રીદેવીની દીકરી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે.
નેટફ્લિક્સની આ ફિલ્મને ઝોયા અખ્તરે ડિરેક્ટ કરી છે અને રીમા કાગતી સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. નેટફ્લિક્સની આ ઓરિજિનલ ફિલ્મ દ્વારા આ સ્ટાર કિડ્સ ડેબ્યુ કરી રહ્યાં છે. ફિલ્મમાં સ્ટાર કિડ્સ હોવાથી એ જાહેરાત થઈ હતી ત્યારથી જ ચર્ચામાં હતી. ટ્રેલરમાં અગસ્ત્ય, સુહાના અને ખુશીની સાથે અન્ય કિડ્સ પણ પિકનિકના મૂડમાં જોનવા મળી રહ્યાં છે. તેઓ ડાન્સ કરતાં, બર્ગર ખાતા, ગિટાર વગાડતા અને મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.
આ ફિલ્મમાં તેમની સાથે ડોટ, મિહિર આહુજા, વેદાંગ રૈન અને યુવરાજ મેંડા પણ જોવા મળી રહ્યાં છે. આ શોનો લૂક રેટ્રો છે મતલબ કે સ્ટોરી વર્ષો પહેલાંની છે આજના સમયની નથી. આજની પિકનિકમાં તો દારુ પાર્ટી જ જોવા મળે છે. ઝોયાએ અગાઉ પણ કહ્યું હતું કે તેણે ‘ધ આર્ચીઝ’ને જે રીતે જોઈ હતી એ જ રીતે ઓરિજિનલ અંદાજમાં બનાવશે.
‘ધ આર્ચીઝ’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અમિતાભ બચ્ચને કેપ્શન આપી હતી કે ‘એક નવી સવાર, મારો દોહિત્ર. અગસ્ત્ય તારી સાથે મારા આશીર્વાદ છે. તને ખૂબ જ પ્રેમ કરું છું. ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ બહુ જલદી નેટફ્લિક્સ પર આવી રહી છે અને એની સાથે પૂરાની યાંદોને તાજા કરવા થઈ જાઓ તૈયાર.’
આ ફિલ્મમાં સુહાનાએ વેરોનિકા લોજ, ખુશીએ બેટ્ટી અને અગસ્ત્યએ આર્ચીનું પાત્ર ભજવ્યું છે. ડિસેમ્બર 2023માં રીલિઝ થઈ રહેલી આ ફિલ્મનું પોસ્ટર શેર કરીને કરણ જોહરે કેપ્શન આપી હતી કે ‘હું ‘ધ આર્ચીઝ’ સાથે મોટો થયો છું. મારા દિલના દરેક ખૂણેથી હું હવે એ કહી શકું છું કે આ ‘ધ આર્ચીઝ’ મારી સામે મોટા થયા છે. આ યુનિવર્સના મેકર સાથે હું મોટો થયો છું. મારા માટે આ કોઈ દિવસ માત્ર એક ફિલ્મ ન હોઈ શકે. આ એક ફિલિંગ છે. ઘણો બધો પ્રેમ છે. એમાં ઘણું પ્રાઇડ છુપાયેલું છે. હું અહીં મારી ફેવરિટ ફિલ્મમેકર ઝોયા અખ્તરના પણ વખાણ કરવા માગુ છું કારણ કે તે તેની દરેક ફિલ્મ દ્વારા એક નવી દુનિયામાં પ્રવેશ કરે છે. આ ફિલ્મના પોસ્ટરમાં દેખાઈ રહેલાં દરેક કિડ્સનો હું ફિલ્મોમાં સ્વાગત કરું છું. આ ડેબ્યુટન્ટ્સ માટે અમે લોકો ખૂબ જ આતૂર છીએ. હું તમને દરેકને પ્રેમ કરું છું. રિવરડેલ મારો બચપનનો પ્રેમ છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp