'ધ કેરળ સ્ટોરી' ફિલ્મે બે દિવસમાં જાણો કેટલી કમાણી કરી, રિવ્યૂ પણ વાંચો

PC: twitter.com

વિવાદમાં ચાલી રહેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને થિએટરમાં ધીમે ધીમે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે પહેલા દિવસે 8.03 કરોડની કમાણી કરી હતી, જ્યારે શનિવારે ફિલ્મે 11.22 કરોડની કમાણી કરી હતી. રવિવારે આ કમાણી 15 કરોડ સુધી જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

‘ધ કેરળ સ્ટોરી’ની વાર્તામાં એક પોઇન્ટ આવે છે, જ્યારે નર્સ બનવા આવેલી છોકરીઓને આતંકવાદ તરફ ધકેલવામાં લાગેલા લોકો એક દવા ખવડાવવા માંડે છે. આ દવા બ્રેઇનવોશ કરવામાં મદદ કરે છે. ત્રણ યુવતીઓની સ્ટોરીને 32 હજાર યુવતીઓની સ્ટોરી બતાવીને પહેલા જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ખૂબ જ વિવાદ થઈ ચુક્યો છે. પરંતુ, મેકર્સે પોતે જ પોતાની ફિલ્મ પર સૌથી મોટો વ્યંગ કર્યો છે કે ટીઝરથી લઇને પ્રમોશન સુધી 32 હજાર યુવતીઓની સ્ટોરી બતાવ્યા બાદ ‘ધ કેરળ સ્ટોરી’ના અંતમાં સ્ક્રીન પર એક લાઇન લખી દીધી કે, 30 હજારના આંકડા મેકર્સને એક વેબસાઇટ પરથી મળ્યા હતા. હવે આ વેબસાઇટ ઇન્ટરનેટ પરથી ગાયબ છે.

નર્સ બનવા આવેલી એક છોકરીનું વાતોમાં ફસાઇને પોતાનો ધર્મ બદલવો, ISIS જેવા દુર્દાંત આતંકી સંગઠનના ચંગુલમાં ફસાઇ જવુ અને આતંકી ઘટનાઓમાં સમર્થન આપવા માટે તૈયાર થઈ જવુ, આ એક ખૂબ જ ભયાનક ઘટના છે. જે પણ છોકરી સાથે આવુ થયુ હોય, તેને સૌથી પહેલા સંવેદનાથી ટ્રીટ કરવાની જરૂર હોય છે કારણ કે, તેને પોતાને એક વ્યવસ્થિત રીતથી છેતરવામાં આવી છે. પરંતુ, ફિલ્મમાં જે રીતે ધાર્મિક કન્વર્ઝન અને આતંકી ચંગુલમાં લીડ કેરેક્ટર ફસાય છે, તેના પરથી તમને લીડ કેરેક્ટર સ્ટુપિડ લાગવા માંડે છે. શાલિની ઉર્ફ ફાતિમા બા, એક એવી છોકરીનું કેરેક્ટર સ્કેચ લાગે છે જેને આજના ભારતમાં પણ, જ્યારે ટીનેજર બાળકો સોશિયલ મીડિયા પર ધર્મની વાત કરી રહ્યા છે, ત્યારે તેને પોતાના કે બીજા ધર્મ વિશે કોઈ જાણકારી નથી. તેમજ તેની અંદર કોઈપણ પ્રકારની સોશિયલ અવેરનેસ પણ નથી.

‘ધ કેરળ સ્ટોરી’ ત્રણ છોકરીઓ શાલિની, નીમા અને ગીતાંજલિની સ્ટોરી કહે છે, જે નર્સ બનવા પોતાના ઘરથી દૂર એક કોલેજમાં આવી છે. અહીં તેમની મુલાકાત આસિફા સાથે થાય છે જે ફંડામેન્ટલિસ્ટ છે અને ધીમે-ધીમે સામે આવે છે કે, ISIS માટે છોકરીઓને રિક્રૂટ કરવાનું કામ પણ કરે છે. તે પોતાના સાથીઓની મદદથી ત્રણેયને ધર્મ બદલવા માટે ઉશ્કેરે છે. શાલિની સૌથી પહેલા આસિફાથી પ્રભાવિત થવા માંડે છે. તેને આસિફાના એક ફ્રેન્ડ સાથે પ્રેમ પણ થઈ જાય છે અને બંને ધર્મ બદલીને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. શાલિની હવે ફાતિમા બા બની જાય છે. પરંતુ, સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે અને પછી ફાતિમા બની ચુકેલી શાલિની, પોતાના બાળક સાથે ઇરાક-સીરિયા બોર્ડર પર પહોંચી જાય છે. એવુ શું થયુ અને કઈ રીતે થયુ, ‘ધ કેરળ સ્ટોરી’ તેની જ વાર્તા છે. નીમા અને ગીતાંજલિ, શાલિનીની જેમ ડાયરેક્ટ ISIS તો નથી પહોંચતા, પરંતુ તેમણે તેના જ પરિણામો ભારતમાં ખૂબ જ દુઃખદરીતે ભોગવવા પડે છે.

ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહેલી અદા શર્માનું કામ જરા પણ ઇમ્પ્રેસ નથી કરતું. તેના એક્સપ્રેશન અને રિએક્શન થોડાં સમય બાદ ઇરિટેટિંગ લાગવા માંડે છે. તે સ્ક્રીન પર અટેન્શન નથી પકડી શકતી. આસિફાના રોલમાં સોનિયા બાલાનીના ચેહરા પર એક ટિપિકલ શૈતાની લુક દેખાય છે, જ્યારે નેગેટિવ રોલમાં તેની પાસે કરવા માટે ઘણુ બધુ હતું. સપોર્ટિંગ કાસ્ટમાં આસિફાના ફ્રેન્ડ બનેલા ત્રણેય છોકરા પણ અસર છોડવામાં નિષ્ફળ રહે છે.

આ પ્રકારની ટ્રીટમેન્ટ ફિલ્મને માત્ર એક એજેન્ડા બેઝ્ડ સ્ટોરી બનાવી દે છે. જ્યારે, મેકર્સે ‘ધ કેરળ સ્ટોરી’ના પ્રમોશનમાં કહ્યું હતું કે, આ ત્રણેય છોકરીઓની સ્ટોરી છે. એવામાં સ્ટોરીનું ફોક્સ છોકરીઓની સ્ટોરી કરતા વધુ ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપવાનું દેખાય છે અને આ જ સ્ટોરીની સૌથી મોટી ચૂક છે.

‘ધ કેરળ સ્ટોરી’ નર્સિંગ કોલેજમાં આવેલી છોકરીઓની સ્ટોરી છે, પરંતુ આ કેરેક્ટર્સને ફિલ્મમાં માત્ર એક જ વાર ક્લાસમાં બતાવવામાં આવ્યા છે. તેઓ આખો દિવસ હોસ્ટેલના રૂમમાં ધર્મ પર વાતો કરતી રહે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટથી મેકર્સનો ઝુકાવ સ્પષ્ટ દેખાય આવે છે કે તે એક સોલિડ સ્ટોરી પર ફિલ્મ બનાવવાને બદલે તેને એજેન્ડાબાજીથી પ્રમોટ કરીને અથવા વિવાદ દ્વારા ફિલ્મ માટે ઓડિયન્સ ભેગું કરવા પર ફોકસ કરી રહી છે.

ફિલ્મ સ્ક્રીન પર દર્શકોને બાંધવામાં નિષ્ફળ રહે છે અને તેમા હિંસા અને મહિલાઓના શોષણના સીન્સને અટેન્સન સીકિંગરીતે શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કેરેક્ટર્સ સાથે દર્શકોના ઇમોશન કનેક્ટ કરવા કરતા વધુ, ગ્લોરિફાઈ કરવાના અંદાજમાં દેખાય છે. એજેન્ડા બેઝ્ડ ફિલ્મ આવવી સિનેમા માટે કોઈ નવી વાત નથી. પરંતુ, સૌથી બેઝીક વસ્તુ છે કે ફિલ્મ જેની સ્ટોરી કહે છે તેની સાથે સિમ્પથી બતાવે અને સ્ટોરીને એંગેજિંગ અંદાજમાં દર્શકોની સામે રજૂ કરે. ‘ધ કેરળ સ્ટોરી’ આ કામમાં સંપૂર્ણરીતે ફેલ થાય છે.

ફિલ્મઃ ધ કેરળ સ્ટોરી

સ્ટારકાસ્ટઃ અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની

ડિરેક્ટરઃ સુદિપ્તો સેન

ફિલ્મને મળેલા સ્ટાર્સ

આજતકઃ 1 સ્ટાર

NDTV: અડધો સ્ટાર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3 સ્ટાર્સ

ઇન્ડિયા ટુડેઃ 1 સ્ટાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp