'પઠાણ'નું ટ્રેલર હીટ, 1 દિવસમાં વ્યૂ આટલા કરોડને પાર કરી ગયા, તમે જોયું કે નહીં

શાહરૂખ-દીપિકા સ્ટારર ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર મંગળવારે રીલિઝ થયું હતું અને ટ્રેલર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર આને ધૂમ મચાવી દીધી છે. એક દિવસમાં જ આ ટ્રેલર યૂટ્યૂબ પર 28 મિલિયન એટલે કે 2.80 કરોડથી પણ વધુ વાર જોવાઈ ગયું છે.

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર આખરે રીલિઝ થઈ ગયું છે. શાહરૂખ 4 વર્ષની લાંબી રાહ જોયા બાદ ફિલ્મ 'પઠાણ' દ્વારા કમબેક કરવા માટે તૈયાર છે. 'પઠાણ'ના નિર્માતાઓ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે ટ્રેલર લઈને આવ્યા છે. મંગળવારે સવારે 11 વાગ્યે યુટ્યુબ પર યશરાજની ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર એટલું જોરદાર છે કે શાહરૂખના ચાહકો તેને જોઈને ખુશીથી ઉછળવા લાગશે. માત્ર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જ નહીં પરંતુ, દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ખૂબ જ દમદાર અંદાજમાં જોવા મળી રહી છે.

આ ફિલ્મ સંપૂર્ણપણે દેશભક્તિ અને સ્પાઈ થ્રિલરનો ડબલ ડોઝ આપવા જઈ રહી છે. ફિલ્મનો દરેક સીન રોમાંચથી ભરેલો છે. અહીં દરેક કલાકારના ડોયલોગમાં દેશભક્તિના ડાયલોગ બોલતા સાંભળવા મળે છે. બીજી તરફ શાહરૂખનો અંદાજ અદભૂત છે.

જોકે, આ ટ્રેલરમાં લોકોને દરેક સીનમાં 'ટાઈગર' એટલે કે સલમાન ખાનની આતુરતાથી રાહ હતી. કારણ કે ઘણા સમયથી ખબર આવી રહી છે કે આ ફિલ્મમાં સલમાન કેમિયો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સલમાનના ચાહકો પણ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યશ રાજ હવે પોતાનું સ્પાઈ યુનિવર્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં અગાઉની ફિલ્મો 'વોર' અને 'ટાઈગર'ને 'પઠાણ' સાથે જોડીને આગળની સ્ટોરી બનાવવામાં આવશે.

આ ટ્રેલરમાં એક ડાયલોગ છે કે 'હવે પઠાણનો વનવાસ પૂરો થયો છે'. આ ડાયલોગને આપણે શાહરૂખની 4 વર્ષ પછી વાપસી સાથે જોડીને પણ જોઈ શકીએ છીએ. કારણ કે આ પહેલા તે વર્ષ 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. જે બાદ હવે તે સીધો વર્ષ 2023માં 'પઠાણ'માં જોવા મળશે. જો કે આ દરમિયાન તે ઘણી ફિલ્મોમાં કેમિયો કરતો જોવા મળ્યો છે, પરંતુ શાહરૂખના ફેન્સનું દિલ કેમિયોથી ક્યાં ભરાવાનું છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. તે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.

ફિલ્મઃ પઠાણ

સ્ટાર કાસ્ટઃ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ

ડિરેક્ટરઃ સિદ્ધાર્થ આનંદ

પ્રોડ્યૂસરઃ ઓદિત્ય ચોપડા, એલેક્ઝાન્ડર ડોસ્ટલ

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.