આ અઠવાડિયે રીલિઝ થનારી વેબ સીરિઝ કે મૂવીનો પ્લાન ગોઠવી દો

શું તમે આ સપ્તાહના અંતે કંઈક સારું, ખાસ અને અદ્ભુત જોવાના મૂડમાં છો? વિલંબ કર્યા વિના તૈયાર થઈ જાઓ, કારણ કે અમે તમારા માટે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો લાવ્યા છીએ. તમે તમારી મનપસંદ વેબ સિરીઝ કે મૂવી OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આ વખતે તો તમે દસ્તાવેજી ફિલ્મોનો પણ લાભ લઈ શકો છો.
તમે જેકી શ્રોફની વેબ સિરીઝ 'ચિડિયા ઉડ' MX પ્લેયર પર જોઈ શકો છો. આ વાર્તા છે 20 વર્ષની સહરની જે રાજસ્થાનની છે. પણ તે મુંબઈના રેડ લાઈટ એરિયામાં કામ કરે છે. તેને અંડરવર્લ્ડનો સામનો કરવો પડે છે. તે તેની સાથે કેવી રીતે વર્તે છે તે બતાવવામાં આવ્યું છે.
એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ઓન કોલ' ખૂબ જ રસપ્રદ છે. આ તે પોલીસ અધિકારીઓની વાર્તા છે, જ્યારે તેઓ પેટ્રોલિંગ કરી રહ્યા હોય છે અને એક ફોન આવે છે. જ્યારે તે ગુનાના સ્થળે પહોંચે છે, ત્યારે તે ચોંકી જાય છે.
વેબ સિરીઝ 'પાતાલ લોક 2'ની વાર્તા આગળ વધે છે. હાથીરામ ચૌધરી ફરી એકવાર પોતાના અવતારમાં દેખાય છે. પહેલી સીઝનમાં ચૌધરી વિશે એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે, આ ઊંચો અને મજબૂત માણસ ખરેખર દિલથી ખૂબ જ લાગણીશીલ છે.
'ધ બ્રેકથ્રુ' ફિલ્મ નેટફ્લિક્સ પર છે, જે તમે જોઈ શકો છો. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મની વાર્તા એક ડબલ મર્ડર પર આધારિત છે, જેને ઉકેલવામાં 16 વર્ષ લાગે છે. વાર્તા સ્વીડનની છે.
'ધ રોશન્સ' નામની દસ્તાવેજી શ્રેણી રોશન પરિવાર પર આધારિત છે. રિતિક રોશન અને રાકેશ રોશનના પરિવારની કેટલીક અજાણી વાતો છે, જે તમે જોઈ શકો છો.
તમે એમેઝોન પ્રાઇમ પર 'અનસ્ટોપેબલ' ફિલ્મ જોઈ શકો છો. આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. તેની વાર્તા એક એવા પહેલવાન પર આધારિત છે, જે પગ વગર જન્મે છે. જીવનમાં પડકારોનો સામનો કરે છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે.
વેબ સિરીઝ 'બ્લેક વોરંટ' એક જેલરની વાર્તા છે, જે પરિવાર માટે જેલર બની જાય છે. પરંતુ સમાજ તેમને જેલમાં રહેતા કેદીઓ જેવો માને છે. પરંતુ આ જેલર પોતાની છબી સુધારવાની સાથે સાથે તિહાર જેલને પણ સુધારણા તરફ લઈ જાય છે.
વેબ સિરીઝ 'ધ ઇમ્પ્રેસ' આમ તો જર્મન ભાષામાં છે, પરંતુ તમે તેને હિન્દીમાં પણ જોઈ શકો છો. આ એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે. તે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp