ચાલો આપો જવાબ- આણંદ દૂધ વધારે પેદા કરે કે ઇંડા?

PC: newsroompost.com

(દિલીપ પટેલ) ગુજરાતને શાકાહારી રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તેના કારણે જ ગિરમાં સિંહો બચી શક્યા છે તેવું સંશોધન થયું છે. અહીં લોકો કૃષ્ણ ભક્ત છે અને દૂધનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. આણંદ દેશમાં સફેદ ક્રાંતિ માટે જાણીતું છે. બઘા જાણે છે કે અમૂલ કંપની આણંદમાં છે. હવે સ્વાભાવિક છે દેશ અને દુનિયાની સૌથી મોટી ડેરી જે શહેરમાં હોય ત્યાં દૂધ સૌથી વધુ ઉત્પાદિત થાય. પરંતુ ઘણીવાર આપણે જે માનીએ છીએ તો સાચું ન પણ હોય. તો ચાલો જાણીએ આણંદ દૂધ વધારે પેદા કરે છે કે ઇંડા.  

દૂધ અને ઇંડા શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. ગુજરાતમાં જાહેરમાં ઇંડા કે નોનવેજ ખાવું તેનો છોછ હતો. પરંતુ હવે તેવું રહ્યું નથી. જે જ્ઞાતિઓ નોનવેજ ખાતી ન હતી તે પણ ખાતી થઇ ગઇ છે. તે પણ જાહેરમાં લારી પણ ઊભા રહીને તે ખવાય છે. હવે તો દરેક મોટા શહેરમાં નોનવેજના ઝોન બની ગયા છે. ઇંડાને તો મોટાભાગના લોકો નોનવેજમાં ગણતા પણ નથી.  ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 1590 કરોડ કિલો દૂધ પેદા થાય છે. અને 300 કરોડ ઇંડા પેદા થાય છે.

અમૂલ ડેરીના કારણે વિશ્વમાં એવી છાપ છે કે આણંદ જિલ્લો દૂધના ઉત્પાદનમાં એક નંબર પર છે. પણ એવું નથી. દૂધ પેદા કરવામાં આણંદ 4 નંબર પર છે. 8.09 કરોડ ટન દૂધ પેદા થાય છે. પહેલા નંબર પર બનાસકાંઠા છે જે 26.82 કરોડ ટન દૂધ પેદા કરે છે. બીજા નંબર પર મહેસાણા અને ત્રીજા નંબર પર સાબરકાંઠા છે. 5 નંબર પર ખેડા છે. 33 જિલ્લામાં કચ્છ પછી 8માં નંબર પર રાજકોટ છે.

ગુજરાતમાં ઇંડા ફેક્ટરીમાં 200 કરોડ અને ઘરની મરઘી 100 કરોડ ઇંડા આપે છે. પહેલા નંબર પર ઇંડા ફેક્ટરીમાં આણંદમાં 84 કરોડ ઇંડા પેદા થાય છે. બીજા નંબર પર ભાવનગર આવે છે જ્યાં 30 કરોડ ઇંડા ફેક્ટરીમાં પેદા થાય છે. ભાવનગરમાં જૈન ધર્મનો સૌથી વધારે પ્રભાવ પાલિતાણામાં છે. છતાં ભાવનગર અહિંસામાં માનતું નથી. ત્રીજા નંબર પર અમદાવાદમાં 12 કરોડ ઇંડા પેદા થાય છે. 4 નંબર પર વલસાડ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp